________________
(૧૩.૩) નિત્ય
૩૦૫
બનાવેલો નથી. વસ્તુઓ ભેગી કરીને જો બનાવેલો હોત તો ઉત્પન્ન થયો કહેવાય અને તો લય થાય. એવું ઉત્પન્ન-લય થાય નહીં એવી આ કાયમી વસ્તુ છે, ત્રિકાળી. પહેલા પણ હતી, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ હશે. એમાં કંઈ એક પણ પ્રદેશ ઓછો-વધતો ન થાય એવો એ આત્મા છે.
સંયોગોથી પર આત્મા, ત્યાં સ્વાભાવિક તિત્યતા
પ્રશ્નકર્તા: “જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય. એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય.”
જે કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય. નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય.”
દાદાશ્રી : આત્મા સંયોગથી ઉત્પન્ન થતો નથી અને નાશ પણ થતો નથી. સંયોગોનો નાશ થાય. સંયોગો વિયોગી સ્વભાવના હોય. સંયોગથી જે થયું એ તો વિયોગ થઈ જ જાય. અને આ તો સ્વાભાવિક નિયતા છે.
પ્રશ્નકર્તા: એમાં આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, એવું કહ્યું છે.
દાદાશ્રી : હા, સંયોગ પદાર્થ નથી. સંયોગ હોય તો એનો વિયોગ થઈ જાય. સંજોગોથી ભેગી થયેલી વસ્તુ એ જ્યારે વિયોગ થાય ત્યારે છૂટી પડી જાય, એ નાશ થઈ જાય અને આત્મા નિત્ય છે. એટલે એને કોઈએ બનાવવો પડ્યો નથી. કોઈને બનાવવાની એને જરૂરેય નથી જ. એમાંથી વધઘટ થતું નથી, કંઈ ચેન્જ થતો નથી, એવો આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે.
આત્મા વિશ્વયથી તિત્ય, વ્યવહારથી અતિત્ય
પ્રશ્નકર્તા : આત્મા નિત્ય છે એ જે કહ્યું છે, એ વ્યવહારથી પણ નિત્ય, એવી વાત છે ?
દાદાશ્રી : ના, એ વ્યવહારથી નિત્ય નથી. વ્યવહારથી તો આત્મા અનિત્ય છે. વ્યવહારથી આત્મા કેવો છે એવું બધું જ વર્ણન કર્યું હોત તો નિશ્ચયથી કેવો છે એનું વર્ણન ખ્યાલ રહેત એમને કે વ્યવહારથી અનિત્ય છે.