________________
૩૦૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા : નિત્ય પ્રત્યક્ષ એમ કહે છે તે ?
દાદાશ્રી : હા, નિત્ય પ્રત્યક્ષ. જ્યાં સુધી સંયોગો છે ત્યાં સુધી આત્મા નિત્ય પ્રત્યક્ષ નહીં થાય. અમને (બહિર્ભાવ રૂપી) સંયોગ હોતો નથી એટલે અમને નિત્ય પ્રત્યક્ષ હોય છે. અમને સંયોગ જ હોતો નથી અને તમારે તો સંયોગ જાય નહીં, ને જ્યાં સુધી આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય છે ત્યાં સુધી નર્યા સંયોગોનું જ કારખાનું છે.
વસ્તુ સ્વરૂપ ત્રિકાળી આત્મા, તથી બન્યો કોઈ સંયોગથી પ્રશ્નકર્તા : નિત્ય પ્રત્યક્ષ સમજાયું, પછી આ જે કહે છે ‘ઉપજે નહીં સંયોગથી' તે શું ?
દાદાશ્રી : જે જે સંયોગ દેખીએ તે તે અનુભવ દૃશ્ય, જે સંયોગો દેખીએ તે આ દહીંની છાશ બનાવી અને પછી મહીં છે તે મરચું-મીઠું (નાખીએ એ) બધા સંયોગો દેખીએ એ અનુભવ દૃશ્ય. એ બધા સંયોગો ભેગા થવાથી કઢી થઈ એ તો આપણા અનુભવમાં આવે છે પણ ‘ઉપજે નહીં સંયોગથી આત્મા નિત્ય પ્રત્યક્ષ.' એવા સંયોગથી આત્મા બનેલો
નથી, કહે છે. એવું બધું ભેગું કરવાથી થયો નથી, આ મિક્ષ્ચર કરવાથી, વસ્તુ ભેગી ક૨વાથી બન્યો નથી. આ બનાવેલો બન્યો નથી, વસ્તુસ્વરૂપ પોતે જ છે અને સંયોગોથી બનેલો નથી, અસંયોગી છે.
પ્રશ્નકર્તા ઃ એ સ્વયં જ છે, ત્રિકાળી સિદ્ધ જ છે ?
દાદાશ્રી : ના, એ ત્રિકાળી સિદ્ધ જુદી વસ્તુ છે ને આ અહીં શું કહેવા માગે છે કે આત્મા કોઈ પણ વસ્તુ ભેગી કરવાથી થયો નથી. એટલે ઉત્પન્ન થયો નથી, લય થયો નથી. ઉત્પન્ન થઈ લય કોણ થાય ? સંયોગો ભેગા કરીએ ત્યારે ઉત્પન્ન થાય અને સંયોગો વિખરાય ત્યારે લય થાય. છાશ, મરચું, મીઠું, હળદર, હિંગ નાખીને પછી ભેગું કર્યું, કઢી થઈ પણ એ સંયોગોનું ભેગું સ્વરૂપ કહેવાય.
પ્રશ્નકર્તા : એ તો જડનું સ્વરૂપ કહેવાયને ?
દાદાશ્રી : એ જડનું. પણ આ આત્મા એવી રીતે વસ્તુઓ ભેગી કરીને