________________
(૧૩.૩) નિત્ય
આમ ઘસાય કે આમતેમ બીજી વસ્તુઓથી થાય તો, નહીં તો થાય કેવી રીતે ? હા, એટલે અનિત્ય, બીજું બધું અનિત્ય.
છએ તત્ત્વો નિત્ય પણ તેની અવસ્થાઓ અતિત્ય
૩૦૩
પ્રશ્નકર્તા : આત્મા નિત્ય છે કે તમે કહ્યું એમ છએ તત્ત્વ નિત્ય છે, એ વિશે વધુ ફોડ પાડશો ?
દાદાશ્રી : આત્મા એ નિત્ય છે એવા બીજા પાંચ નિત્ય તત્ત્વો છે. આ બધા જે તત્ત્વો છે એ નિત્ય છે અને કોઈ કોઈમાં ભળે એવા નથી, કોઈ કોઈને હેલ્પ કરે એવા નથી, કોઈ કોઈને નુકસાન કરે એવા નથી છતાં ભેગા રહે છે. એ છ તત્ત્વોનો સ્વભાવ શું છે ? નિરંતર પરિવર્તનશીલ. અને સ્વભાવે ચોખ્ખા છે. ચોખ્ખામાં ફેરફાર થયોય નથી, ફેરફાર થતોય નથી અને થશેય નહીં. ફક્ત પરિવર્તનશીલ (સ્વભાવ)ને લઈને એની આમ અવસ્થાઓ બદલાયા કરે છે. જગત આખું અવસ્થાને જુએ છે ને અવસ્થાને નિત્ય માની લે છે. અનિત્ય વસ્તુને નિત્ય માની લઈ અને દુ:ખી થયા કરે છે. આ તો ખાલી અવસ્થા ઊભી થઈ છે.
એનું છ તત્ત્વોનું સમસરણ એટલે નિરંતર પરિવર્તન થતું હોવાથી એમાંથી આ બધી અવસ્થાઓ ઊભી થાય છે. એ અવસ્થાઓ બધી વિનાશી છે અને વિનાશીને જુએ છે, જાણે છે એ પોતે અવિનાશી છે, નિત્ય છે. એ નિત્ય હોવાથી અનિત્યને જોઈ શકે છે.
ત થાય આત્મા તિત્ય પ્રત્યક્ષ, સંયોગો છે ત્યાં સુધી
પ્રશ્નકર્તા : આત્મસિદ્ધિમાં લખ્યું છે કે જે જે સંયોગો દેખીએ, તે તે અનુભવ દૃશ્ય, ઉપજે નહીં સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ.' આનો વિશેષ કંઈ અર્થ સમજાવો.
દાદાશ્રી : જે જે સંયોગ દેખીએ, તે તે અનુભવ દૃશ્ય. એ તો આ બધાય, આ જેટલા દેખાય એટલા અનુભવમાં આવી જ જાયને કે આ સંયોગ છે. આ કાકો છે, મામો છે, ફલાણો છે, ફુવો છે, આ બાઈ છે, ગધેડો છે, કૂતરું છે એ બધા સંયોગો. એ તો અનુભવ આવ્યા પણ આ સંયોગથી આત્મા પ્રત્યક્ષ નહીં થાય, કહે છે.