________________
[૧૩.૩]
નિત્ય નિત્ય હોય પરમેનન્ટ-અવિનાશી-સ્વાભાવિક પ્રશ્નકર્તા આત્માની ઉત્પત્તિનું કારણ શું ?
દાદાશ્રી : એવું છે ને, આત્મા એનું નામ કહેવાય કે જે ઉત્પન્ન જ ના થાય, વિનાશ ના થાય. એ પરમેનન્ટ હોય. પરમેનન્ટની ઉત્પત્તિ ના હોય, એવું તને સમજાય કે ના સમજાય ? આ ટેમ્પરરી વસ્તુ છે તો એની ઉત્પત્તિ હોય, પણ પરમેનન્ટ વસ્તુની ઉત્પત્તિ હોય ખરી ? એટલે આત્મા અંદર જે છે એ પરમેનન્ટ છે. આપણા લોક કહે છે ને કે દેહ મરી જાય ત્યારે આત્મા નીકળી ગયો. એ નીકળી જઈને પાછું બીજું ખોળિયું પ્રાપ્ત થાય છે. પણ ખોળિયા બદલાયા કરે છે ને પોતે પરમેનન્ટ હોય છે. એટલે આત્માની ઉત્પત્તિનું કારણ જ નથી રહ્યું. ઉત્પન્ન થાય ક્યારે કે વિનાશી હોય ત્યારે. આત્મા તો અવિનાશી છે, નિત્ય છે.
આ જગતમાં છ અનાદિ તત્ત્વો છે, એટલે કે સનાતન તત્ત્વ છે. એ છએ તત્ત્વો જ હકીકતમાં કાયમના માટે, પરમેનન્ટ, નિત્ય છે. જે કાયમ હોય, ક્યારેય વિનાશ ન થાય એને નિત્ય કહેવાય, અનિત્ય નહીં.
નિત્ય વસ્તુ કોને કહેવાય ? નિત્યની વ્યાખ્યા હોય છે. જે વસ્તુ નિત્ય છે એ બીજી વસ્તુઓની બનાવટથી ના હોય, સ્વાભાવિક હોય. બીજી કોઈ પણ વસ્તુ, અવાજ-બવાજ બધું નિત્ય હોય નહીં. અવાજ તો