________________
(૧૩.૨) અમર
૩૦૧
પ્રશ્નકર્તા: એટલે આ જે આત્મા અમર છે, તો આત્માને આત્માનું પોતાનું સમજાય કે હું શુદ્ધાત્મા જ છું. પછી એને બીજું ખોળિયું ના કરવું પડે ?
દાદાશ્રી : ના, એક થોડોક થોડોક મેલ ચોંટી જાય, તે એક-બે અવતાર પછી કાઢવા પડે.
પ્રશ્નકર્તા એટલે પછી આત્મા અમર રહે એમ ?
દાદાશ્રી : આત્મા અમર જ છે ને આત્મામાં જ રહે એ. એનો ઉપયોગ, જાગૃતિ બધી આત્મામાં જ હોય.