________________
૩૦૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
આત્માતા દ્રવ્ય-ગુણ તિત્ય, પર્યાય વિનાશી પ્રશ્નકર્તા: આત્મા ગુણથી નિત્ય છે, પર્યાયથી નિત્ય છે કે બધી રીતે નિત્ય છે ?
દાદાશ્રી : પર્યાય એકલા અનિત્ય હોય અને ગુણથી નિત્ય છે. ગુણ બધા નિત્ય હોય અને ગુણો જ્યારે કાર્યકારી થયા હોય ત્યારે પર્યાય કહેવાય.
આ સૂર્યનારાયણ છે ને, એમાં તે સૂર્યનારાયણ દ્રવ્ય કહેવાય, વસ્તુ કહેવાય. પ્રકાશ નામનો ગુણ કહેવાય અને રેઝ (કિરણો) એના બહાર પડે એ પર્યાય કહેવાય. તે પર્યાયો નાશ થાય. એના ગુણ અને વસ્તુ નાશ ના થાય.
પ્રશ્નકર્તા : દાદા, આ દ્રવ્ય કરીને તે એનો અર્થ એવો થયો કે આત્મા એને અવકાશ છે કે જગ્યા રોકે છે કે એવું ખરું ? એ અવકાશ ખરો, એને જગ્યા ખરી ? દ્રવ્યને તો જગ્યા હોયને? દ્રવ્યને આકાર હોય, દ્રવ્યને અવકાશ હોય..
દાદાશ્રી : ના, એ દ્રવ્ય તો, ત્યાં આગળ (ભૌતિકમાં) આપણે એને (પદાર્થને) દ્રવ્ય કહીએ છીએ અને અહીં જે દ્રવ્ય કહે છે ને એ (સનાતન) વસ્તુને આપણે દ્રવ્ય કહીએ છીએ, પણ વસ્તુ સમજણ ના પડે એટલે દ્રવ્ય બોલીએ છીએ. વસ્તુ એટલે આ જે તમે દ્રવ્ય કહો છો ને, તે અનિત્ય વસ્તુઓ છે અને આ દ્રવ્ય નિત્યને માટે છે. નિત્યમાં આ રૂપી કયું છે ? એક જ તત્ત્વ છે કે જે આ અણુ-પરમાણુ આવે છે ને, એ એકલું જ. આ જગતમાં આંખે દેખાય છે એ બધું રૂપી છે. એક જ તત્ત્વનું આ બધું આંખે દેખાય છે આપણને. બીજા છે તે તત્ત્વો દેખાતા નથી. મહીં છૂપા છે ખરા. તેથી આપણે દ્રવ્ય કહ્યું છે એને. આત્મા દ્રવ્ય નિત્ય છે, વસ્તુ સ્વભાવે પોતે નિત્ય છે પણ અવસ્થાથી પલટાયા કરે છે. એને અવસ્થા ઉત્પન્ન થવી, વિનાશ થવી અને ધ્રુવ તરીકે રહેવી. ઉત્પાત, વ્યય, ધ્રુવથી એની અવસ્થાઓ બધી બદલાયા કરે છે.
આત્મા નિત્ય સ્વરૂપ હોય અને પ્રકૃતિ સ્વરૂપ એ અવસ્થા સ્વરૂપ હોય. ફર્યા જ કરે નિરંતર. જો તમે આત્મસ્વરૂપ છો તો મોક્ષ તમારો છે અને પ્રકૃતિસ્વરૂપ છો તો તમને બંધન છે.