________________
[૧૩] અજન્મ-અમર-તિત્ય
[૧૩.૧]
અજન્મ
છ તત્ત્વો જ અજન્મા, બાકી બધું જન્મા
પ્રશ્નકર્તા : અજન્મા આત્મા એટલે શું ?
દાદાશ્રી : આત્મા સ્વભાવથી જ અજન્મા છે. અજન્મા જ છે પોતે. આ તો પોતે આત્મારૂપ થાય તો પોતે અજન્મા થાય પણ પોતે તો ચંદુલાલ થયા. એટલે આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ભેગું થયું. બૉડી ને બૉડીનો માલિક થયો. ‘હું છું ને આ હું જ છું’ તે આ શરી૨ મરે, તે એની જોડે આપણેય મરવાનું.
આ દુનિયામાં કોઈ ચીજ અજન્મા નથી. એક ફક્ત છ ઈટર્નલ ચીજ સિવાય, બીજી બધી જન્મા છે. એટલે મન, બુદ્ધિ બધું જ જન્મેલું છે. ભગવાત આત્મારૂપે અજન્મા, દેહ છે તે જન્મા
પ્રશ્નકર્તા : તો પછી ભગવાનને અજન્મા કેમ કહ્યું ?
દાદાશ્રી : અજન્મા છે તો આત્મા અજન્મા છે. આત્માને ભગવાન કહે છે પણ જે દેહ સાથે ભગવાન છે, કૃષ્ણ ભગવાન ને બધા જે છે એ