________________
(૧૨) અવ્યય-અક્ષય
૨૯૧
દાદાશ્રી : (અજ્ઞાનદશામાં) અવ્યય (ભાવ) શી રીતે આવે ? અશ્રુતભાવ આવ્યો છે ?
પ્રશ્નકર્તા : અશ્રુતભાવ પણ હજુ નથી આવ્યો.
દાદાશ્રી : અવિનાશીભાવ નથી આવ્યો, અવ્યયભાવ નથી આવ્યો, અશ્રુતભાવ નથી આવ્યો, કશું જ ક્યાં આવ્યું છે તે ! પણ અમથા માની બેઠા છો બધું.
પણ અવ્યય આવે, અય્યત આવે, અવિનાશી આવે ત્યારે આપણું બધું ફેર પડેને ! પછી વ્યય થાય જ નહીંને ! આ તો અવ્યય થયું નથી ત્યાં સુધી વ્યય થયા જ કરે.