________________
૨૮૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ભગવાનેય અય્યત ને “હુંય અટ્યુત આ પોતાનો આત્મા તો અય્યત છે. એ કંઈ ખસે નહીં. એ તમારી પાસે ને પાસે રહેશે.
તે અત્યાર સુધી લોકોએ એમ માન્યું કે ભગવાન અય્યત છે અને આપણે કહીએ, તમે અશ્રુત નહીં? ત્યારે કહે, ના, હું તો અય્યત શેનો ? ત્યારે મેં તમને બોલતા શીખવાડેલું કે હું અય્યત છું. કારણ કે તે રૂપ થઈને બોલ્યા છો. એટલે હું આત્મા છું” ને “અય્યત છું એમ કહેવું જોઈએ.
સ્વપ્રકાશમાં આવ્યુત, પરપ્રકાશમાં ટ્યુત પોતાની જાતે કરીને અય્યત અને પોતાનો પ્રકાશ સમયવર્તી. પ્રશ્નકર્તા પ્રકાશ સમયવર્તી ?
દાદાશ્રી : સ્વ-પર પ્રકાશિત છે ને ! સ્વ-પર પ્રકાશિત એટલે સ્વપ્રકાશમાં અશ્રુત અને પરપ્રકાશમાં તે ચેન્જ થયા કરે. અને પોતે અનચેજેબલ છે.
અય્યત એ વિશેષણ, મૂળ આત્મા એ ઓરિજિનલ પ્રશ્નકર્તા ઃ દાદા, અશ્રુત એટલે ઓરિજિનલ ના કહેવાય ? દાદાશ્રી : ઓરિજિનલ ના કહેવાય, આ તો વિશેષણ છે.
પ્રશ્નકર્તા: અચુત એટલે ઓરિજિનલ એવું કેમ ના કહેવાય ? એમાં શું તફાવત ? ઓરિજિનલ એટલે મૂળ ?
દાદાશ્રી : મૂળમાં તો એ બધું કહેવું હોય તો બધાય શબ્દો કહેવાય. પણ એને પોતાને સમજાવવું પડેને ? બધાને ઓરિજિનલ કહીએ તેનો અર્થ જ નહીંને? ઓરિજનલ એટલે તો મૌલિક હોય. વસ્તુ તેને કહેવાય. મૂળ આત્માને ઓરિજિનલ કહેવાય. આ બીજા બધા એના ગુણ છે, વિશેષણ છે.
પ્રશ્નકર્તા ઃ અય્યત એટલે નોનસેપરેબલ ?