________________
[૧૧]
અચ્યુત
સ્થાત છોડે-બદલાય તે ચ્યુત, આત્મા અચ્યુત
પ્રશ્નકર્તા : આત્માના ગુણોમાં આપણે ‘અચ્યુત' શબ્દ કહીએ છીએને કે ‘હું અચ્યુત છું”, તો અચ્યુત શબ્દનો જરા ફોડ સમજાવો.
દાદાશ્રી : અચ્યુત એટલે ચ્યુત ના થાય. ચ્યુત એટલે ખસી જાય અને અચ્યુત એટલે ખસી ના જાય. જે ખસી જાય, જે સ્થિરતા પકડે નહીં એ ચ્યુત કહેવાય. જે ટકે નહીં, ઘડીવાર આવીને છૂટું પડી જાય એનું નામ ચુત કહેવાય.
ચ્યુત તો સ્થાન છોડ્યા કરે, બદલાયા કરે અને અચ્યુત એટલે પોતાનું સ્થાન ન છોડે. સમજણ પડી તને, અચ્યુત એટલે શું ?
પ્રશ્નકર્તા : એક સોટી હોય, એને ગમે તેટલી વાંકી કરીએ તો એની જગ્યા ના છોડે, ચ્યુત ના થાય. મૂળ જગ્યા છોડે નહીં એ અચ્યુત !
દાદાશ્રી : જગ્યા છોડે નહીં એનું નામ અચ્યુત. આ લક્ષ્મી આવી ને જતી રહે એ ચ્યુત કહેવાય અને આત્મા અચ્યુત છે, જાય નહીં.
આ સંસારની સર્વ જંજાળો ચ્યુત થનાર છે, આ સંસારનો સર્વ નફો-તોટો ચ્યુત થનાર છે, આ સંસારની સર્વ સંપત્તિ ચ્યુત થનાર છે, હું અચ્યુત છું.