________________
(૧૦.૨) ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ
ચેતન એ ક્ષેત્રજ્ઞ છે અને ક્ષેત્રજ્ઞ સિવાય એ પોતે કોઈ જગ્યાએ હોતો નથી. ક્ષેત્રમાં હોય નહીં. ક્ષેત્રને જાણે અને જુએ. એટલે ક્ષેત્રને જાણે એ ક્ષેત્રજ્ઞ અને તે ક્ષેત્ર સ્વરૂપે ક્યારે થાય નહીં એનું નામ ક્ષેત્રજ્ઞ !
૨૮૧
એટલે જાણ્યા જ કરવાનું છે નિરંતર. આ ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે, તે ક્ષેત્રજ્ઞ થઈને આ બધું જાણવાનું છે.
પરાઈ ચીજતા માલિક બતતા ક્ષેત્રજ્ઞ થયો ક્ષેત્રાકાર
આ તો લોકોની બુદ્ધિ દેહાત્મબુદ્ધિ છે, તે આત્મબુદ્ધિ થાય તો ઉકેલ આવે. આત્મામાં આત્મબુદ્ધિ નહીં ને દેહમાં આત્મબુદ્ધિ તે દેહાત્મબુદ્ધિ. તે આખુંય જગત દેહાત્મબુદ્ધિમાં જ છે. એટલે તે ક્ષેત્રાકાર છે ને આત્મામાં આત્મબુદ્ધિ રહે તો તે ક્ષેત્રજ્ઞ છે.
તમે ક્ષેત્રજ્ઞ છો, જ્ઞાનાકાર છો પણ તમે પરાઈ ચીજોના સ્વામી થઈ બેઠા છો. બુદ્ધિ-ચિત્ત-મન અને અહંકારના સ્વામી થઈ બેઠા છો. પણ સ્વની ઓળખાણ થવી જોઈએ. એટલે થઈ ગયું. (આ તો) પરાઈ સત્તામાં છો અને ‘મેં કર્યું, મેં કર્યું’ કરો છો.
પરભારી મિલકત, પરભાર્યું ઘર હોય, તે એમાં આપણે જઈને બેસાય, રહેવાય ? એ ઘરના આપણાથી માલિક થવાય ? ના થવાય. પણ આ તો પરભારી સત્તા ને પરાઈ ચીજો પોતાની માની બેઠો છે ને પાછો ક્ષેત્રાકાર થઈને ફરે છે. ક્ષેત્રજ્ઞ પુરુષ ક્ષેત્રાકાર થઈ ગયો છે.
સ્વક્ષેત્રે ક્ષેત્રજ્ઞ, પણ અજ્ઞાતે થયો ક્ષેત્રાકાર
પ્રશ્નકર્તા : ક્ષેત્રાકાર વિશે વધુ સમજાવશો ?
દાદાશ્રી : આ શરીરમાં (આત્મા) તમારું સ્વક્ષેત્ર છે. તમારા સ્વક્ષેત્રમાં રહો તો તમે ક્ષેત્રજ્ઞ છો અને સ્વક્ષેત્રમાં ના રહો તો ક્ષેત્રાકાર
થઈ જાવ.
પોતાના સ્વક્ષેત્રમાં આત્મા ક્ષેત્રજ્ઞ છે અને જો પરાયા ક્ષેત્રમાં બેઠા, અનાત્મ વિભાગમાં તો ક્ષેત્રાકાર થઈ જાય. આ પરક્ષેત્રમાં પેઠેલા છે.