________________
૨૮૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ક્ષેત્રજ્ઞ શક્તિ, પોતાની જબરજસ્ત શક્તિ અનંત છે. પોતાની શક્તિ સ્વક્ષેત્રમાં છે. પોતાની શક્તિ ક્ષેત્રજ્ઞ છે. એ ક્ષેત્રજ્ઞ શક્તિ ઉત્પન્ન થઈ ગઈ એટલે કામ થઈ ગયું. સંપૂર્ણ શક્તિ ક્ષેત્રજ્ઞ છે. આ બધી ભ્રાંતિ છે.
પોતાના ક્ષેત્રમાં હોય તો ક્ષેત્રજ્ઞ છે, ભગવાન છે અને પોતાના ક્ષેત્રમાં નથી અને હું ચંદુ છું” એ બધું ઈગોઈઝમ છે.
આત્મા ક્ષેત્રજ્ઞ, પ્રકૃતિ ક્ષેત્ર પ્રશ્નકર્તા: ગીતાના તેરમા અધ્યાયમાં કહ્યું છે કે “ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ અભિચમાવીદ સર્વ ક્ષેત્રે.” એટલે કે આ બધા ક્ષેત્રો જાણવાવાળો જે ક્ષેત્રજ્ઞ છે તે હું છું એવું હે અર્જુન તું જાણ, એમાં શું કહેવા માગે છે ?
દાદાશ્રી કૃષ્ણ ભગવાને કહ્યું'તું, આત્મા છે એ ક્ષેત્રજ્ઞ છે અને તે જ હું છું. અને આ બહાર પ્રકૃતિ એ ક્ષેત્ર છે. આત્મા સિવાય પ્રકૃતિ ભાગ એ ક્ષેત્ર છે અને હું ક્ષેત્રજ્ઞ છું. આ ક્ષેત્રનો બધો જાણનારો હું છું, કહે છે.
અર્જુન ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ જાણતો'તો. ત્યારે કહે છે, તે આ ભૂલો પડ્યો છું. માટે આ ક્ષેત્ર છે અને તું ક્ષેત્રજ્ઞને જાણ. હું ‘ક્ષેત્રજ્ઞ છું એટલે તું મને જાણ-ઓળખ, કહે છે.
તું ક્ષેત્રજ્ઞ છે ને પ્રાકૃત ક્ષેત્ર છે તેનો તું ક્ષેત્રજ્ઞ છું. પ્રાકૃત એ પુરુષ નથી. જો તું સ્વક્ષેત્રમાં રહે તો તું ક્ષેત્રજ્ઞ છું.
આત્મા ક્ષેત્રજ્ઞ છે. પોતે ક્ષેત્રજ્ઞ પુરુષ પરક્ષેત્રે બેઠો છે એટલે તે પછી જાણનાર રહ્યો નહીં. એટલે હું છું, હું છું, હું છું કહે છે.
પરક્ષેત્રે એ નહીં ચેતત, ક્ષેત્રજ્ઞ એ ચેતન પ્રશ્નકર્તા ઃ કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું એમાં “સર્વક્ષેત્ર' શબ્દ આવે છે, તો સર્વક્ષેત્ર એટલે જડ ક્ષેત્ર અને ચેતન ક્ષેત્ર એ બન્ને કહેવાય કે એક જ ?
દાદાશ્રી : ચેતન છે એ ક્ષેત્રજ્ઞ છે એટલે ચેતનનું ક્ષેત્ર જ નથી.