________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પરસત્તાને પોતાની સત્તા માનવામાં આવી, એનું નામ સંસાર. સ્વક્ષેત્રે બેસે તો સ્વસત્તાનો ઉપયોગ થાય. લોકો પરાઈ સત્તાને પોતાની સત્તા માની ભટકે છે.
૨૭૪
પોતાની જગ્યામાં બેસે પછી ખસે નહીં. પોતાની જગ્યામાં જાય તો પોતે પરમાત્મા જ છે.
બે જાતની શક્તિઓ : પોતાની, સ્વક્ષેત્રની ને પરક્ષેત્રની. સ્વક્ષેત્રે બ્રહ્માંડ ધ્રુજાવાની શક્તિ છે, જ્યારે પ૨ક્ષેત્રે પાપડ ભાંગી શકવાની શક્તિ નથી. એ તો વ્યવસ્થિત ચલાવે છે. એ ભાંગવાનો (પોતે) કર્તા નથી.
સ્વક્ષેત્રમાં હોય ત્યાં સુધી અમૃત ટપક ટપક કરે, નહીં તો નિરંતર વિષ ટપક્યા કરે.
છૂટવું સ્વામીપણું પરક્ષેત્રનું, મળ્યું સ્વક્ષેત્રનું
જગત આખું પરક્ષેત્રને સ્વક્ષેત્ર માની બેઠું છે. આ જ હું છું ને આ જ મારું ક્ષેત્ર. અમે તમને જ્ઞાન આપીએ એટલે પરક્ષેત્ર સમજતા થયા કે પરક્ષેત્રમાં હુંપણું હતું તે સ્વક્ષેત્રમાં રહેવું જોઈએ. પણ તમને એકદમ રહે નહીંને પાછું ? પેલા નિકાલ કરવાનાને બધા ? નિવેડા લાવવાનાને બધા ? મારે નિવેડા ઘણા ખરા આવી ગયેલા.
(મારે આ) દેહના અંદર સ્વક્ષેત્રમાં જ મુકામ છે. પાછો ડ્રામાય ચાલે છે આખો દહાડો અને અંદર પોતાના ક્ષેત્રમાં જ મુકામ છે.
સ્વ અને પ૨ની વચ્ચે સંપૂર્ણ જાગ્રત રહીને પરમાં ના પેસવું, એ જ અદીઠ તપ. આ માર્ગ તો સ્વ-પરનો માર્ગ છે. બહાર તો સ્વ અને પરનું ભાન જ નથીને !
અહીં સ્વ-પરનો વિવેક થયો. ભેદ પડ્યા, આ સ્વક્ષેત્ર ને આ પરક્ષેત્ર. તે અહીં પરક્ષેત્રનું સ્વામીપણું છોડાવીને સ્વક્ષેત્રનું સ્વામીપણું આપી દેવાય છે.
પદે, થાય પુરુષાર્થ-પરાક્રમ શરૂ
સ્વક્ષેત્રે પુરુષ આપણું ‘હું’ પહેલા પરક્ષેત્રે ને પરસત્તામાં હતું, હવે એ ‘હું’ સ્વક્ષેત્રે ને સ્વસત્તામાં બેઠું. એટલે પુરુષાર્થ ને પરાક્રમ શરૂઆત થશે.