________________
(૧૦.૧) સ્વક્ષેત્ર-પરક્ષેત્ર
૨૭૩
ગાયો-ભેંસોને મહીં આવરણ એટલે ઉપાધિ ના થાય. તે પરક્ષેત્રેય જેમ આવરણ વધારે તેમ ઉપાધિની અસર તેને ઓછી લાગે.
એક સમય પણ મારો એવો નથી ગયો કે મને આ સંસાર દુ:ખદાયી ન લાગ્યો હોય. કારણ કે હું એક્કેક્ટનેસ શોધતો'તોને ! હું માંકણ આવે તો માંકણને (કરડવા દેતો હતો), એટલે એક્ઝક્ટનેસ અને માંકણને ખસેડી નાખીએ એટલે સંસાર દુઃખદાયી લાગે જ નહીંને ! અને (સંસાર) દુઃખદાયી હોવા છતાં દુઃખદાયી લાગતો નથી એ કયા પ્રકારનો મોહ છે ? ક્ષણે ક્ષણે દુઃખદાયી, ક્ષણે ક્ષણે ભયવાળો, નિરંતર ભય ! એક સમય પણ ભય વગરનો નહીં એવું આ જગત, કારણ કે પરક્ષેત્રે બેઠેલો છે અને સ્વક્ષેત્ર ત્યાં આગળ કોઈ ભય જ નથી.
પરની આ ચાર ભૂલોથી અનંતી ભટકામણ પોતાના ઘરમાં કોઈકને બીક લાગે ? ના લાગે. તેમ તમે તમારા ઘરમાં જ નથી બેઠા. પરક્ષેત્રે બેઠા છો, ને પાછા ક્ષેત્રાકાર થઈ ગયા. આત્મા સંકોચ-વિકાસ થવાના ભાજનવાળો છે. તું ક્ષેત્રજ્ઞ ને ક્ષેત્રાકાર થઈ ગયો છું. તે મોટી ભૂલ નહીં? પરાઈ ચીજનો તું સ્વામી થઈ બેઠો છું. તે પાછી તારી સાથે રહેતી નથી. પરાઈ સત્તાને પાછા તમે તમારી સત્તા માનો છો. પોતે જ બધું કરે છે તેવું તમને ભાન છે. અને પરાઈ ચીજોના ભોક્તા થઈ બેઠા છો. આ ચાર ભૂલોથી જ અનંત અવતારથી (ચોર્યાસી લાખ યોનિમાં) ભટક ભટક કરે છે.
પરસત્તા, પરભોક્તા, પરક્ષેત્ર, પરના સ્વામી થઈને બેઠા છે. સ્વ”ના સ્વામી થાય તો મરણ નથી, પોતે જ પરમાત્મા છે.
આખું જગત પરક્ષેત્રે બેઠું છે અને સત્તાય પરસત્તા વાપરે છે. “સ્વ”ને, સ્વક્ષેત્રને અને સ્વસત્તાને જાણતા જ નથી. સ્વક્ષેત્રે સ્વસતા-અનંત શક્તિ, પરક્ષેત્રે પરસતા-અશક્તિ
સ્વક્ષેત્ર જાણતો નથી એટલે પરક્ષેત્રમાં નિવાસ કર્યો. એટલે વસ્તુસ્થિતિમાં પરક્ષેત્રને પોતાનું ક્ષેત્ર માનવામાં આવ્યું અને પરક્રિયાને,