________________
[૧૦] સ્વક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ
[૧૦.૧]
સ્વક્ષેત્ર-પરક્ષેત્ર આત્મા’ સ્વક્ષેત્ર, “મન-વચન-કાયા” પરક્ષેત્ર પ્રશ્નકર્તા : સ્વક્ષેત્ર અને પરક્ષેત્રનું જરા સમજાવીને કહોને, દાદા.
દાદાશ્રી આત્માની બહાર રહેવું એ પરક્ષેત્ર. “મન-વચન-કાયા એ પરક્ષેત્રમાં છે, “સ્વક્ષેત્રમાં છે. બન્નેના ક્ષેત્રો જુદા જ છે. સ્વક્ષેત્રનું અસ્તિત્વ અવિનાશી, પરક્ષેત્રનું અસ્તિત્વ વિનાશી. પરક્ષેત્રે બેઠા છે એટલે ભ્રાંતિ વર્તે છે, સ્વક્ષેત્રે આવે તો ભ્રાંતિ ભાંગે.
જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં પરક્ષેત્રનું જ સ્વરૂપ છે. એમ તો આ જગતમાં, દેહમાં રહો કે સંસારમાં બધું પરક્ષેત્ર જ છે અને આત્મામાં આવ્યો એ સ્વક્ષેત્ર. આ આરોપિત ભાવ એ પરક્ષેત્ર. આરોપિત ભાવ, “હું ચંદુલાલ છું એવું બોલે એ પરક્ષેત્ર કહેવાય.
પોતાના સ્વરૂપમાં હું છું બોલ્યા એ અહંકાર નથી, પણ જ્યાં હું પરક્ષેત્રે બોલાય એ અહંકાર છે.
પરક્ષેત્રે નિરંતર દુ:ખ-ભય, સ્વક્ષેત્રે નિર્ભય પરક્ષેત્રે આત્મા ગયો એટલે ઉપાધિ-ઉપાધિ જ થયા કરે, પણ આ