________________
(૯) સ્વરમણતા-પરરમણતા
૨૭૧
પ્રશ્નકર્તા: સ્વભાવ રમણતા એ જ યથાખ્યાત ચારિત્ર?
દાદાશ્રી : હા, યથાખ્યાત કહેવાય. એના આગળનું ચારિત્ર એ કેવળચારિત્ર કહેવાય. આ પૂરું થાય એટલે કેવળચારિત્ર કહેવાય.
વીતરાગ ચારિત્રની અંદર જ પછી, એની રમણતા એમાં ને એમાં જ રહ્યા કરે, એ ભગવાન મહાવીરનું ચારિત્ર.
આત્માની પૂર્ણ દશા ઉત્પન્ન થતા સુધી આ રમણતા રહે છે. આત્માની રમણતા ક્યાં સુધી ? પોતાની પૂર્ણ દશા ઊભી થઈ એટલે પછી રમણતા રહી જ નહીંને ! પોતે, પોતે (પૂર્ણ સ્વરૂપ, પરમાત્મા) જ થઈ ગયોને ! એટલે પૂર્ણ દશા આત્માની છે તે.
સ્વરમણતા, પૂર્ણ દશા થવા માટે જ પ્રશ્નકર્તા: આત્માની રમણતા થઈ જશેને ? પોતાની પૂર્ણ દશા થઈ જશેને ?
દાદાશ્રી : થઈ જ જવાનીને ! એ જે રસ્તે ચાલ્યા છે, તે ગામ તો આવવાનું જ ને વળી. અને હવે એવી દિશા બદલી થવાની નથી. મેઈન લાઈન પર આવી ગયા પછી વાંધો નહીંને !
આ જ એની જ લાઈન છે આ. એનો સ્વભાવ જ આ છે. કરવાનું કશું નથી, એનો સ્વભાવ જ કરશે. સ્વભાવમાં જ રમમાણ, એ આત્મરમણતા કહેવાય.
પ્રશ્નકર્તા ઃ પછી પોતે” “પોતે જ થઈ ગયો !
દાદાશ્રી : “પોતે જે હતો તે મૂળ “પોતે જ થઈ ગયો. એટલે રમણતાની દશા પૂરી થઈ ગઈ !
અમારા જ્ઞાની મહાત્માઓને સ્વરમણતા અને નિજ મસ્તી, તે નિજ મસ્તીમાં રહેવા સ્વરમણતામાં જ રહે.