________________
૨૭)
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : ના. તન્મય થઈ જાય તોય એટેચમેન્ટ સહિત હોય તો ઈન્દ્રિય જ્ઞાન કહેવાય. એટેચમેન્ટ નથી તો પછી તન્મય એ થઈ જાય કોઈ જગ્યાએ, પણ એ તન્મય થવું એ પદ્ધતસર નથી. એ ફરી કો'ક વખત છૂટું કરવું પડશે એને. એકધારું જ હોવું જોઈએ. તન્મય થવું ત્યાં કંઈક ગ્રંથિ છે. એ ગ્રંથિ છૂટવી જોઈશે. હવે સમજી જવું જોઈએ કે તન્મય થાય તો જાણવું ગ્રંથિ છે આપણામાં. નિગ્રંથ થાય ત્યારે જ સ્વરમણતા, નિજ મસ્તી પ્રાપ્ત થાય.
પ્રકૃતિને નિહાળવી એ જ રિયલ પુરુષાર્થ પ્રશ્નકર્તા: પહેલા તમે એક વાક્ય કહેલું કે તું વિકલ્પ કરીશ નહીં, પણ જો વિકલ્પ થાય તો વિકલ્પ અને વિકલ્પી બેઉને જોજે. એટલે છૂટો થઈ જઈશ.
દાદાશ્રી : જોજે, બરોબર છે. એ જ સ્વરમણતા !
પ્રકૃતિ પરાધીન છે, આત્માધીન નથી. પ્રકૃતિને ઓળખે તે પરમાત્મા થાય. પુરુષ'ને ઓળખે તો “પ્રકૃતિ ઓળખાય. જ્ઞાન થયા પછી પુરુષ થાય. પુરુષ થયો એટલે પુરુષાર્થ શરૂ થયો અને પુરુષનો પુરુષાર્થ શું હોય? ત્યારે કહે કે પ્રકૃતિ છે, એને નિહાળ્યા જ કરે. પ્રકૃતિને નિહાળવી એ સ્વરમણતા.
સ્વરમણતા કેવળ ચારિત્ર થતા સુધી જ આપણે જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં આવવાનું છે. એ ચારિત્ર કહેવાય. જેટલું અખંડ જ્ઞાન-દર્શન ભેગું થાય કે ચારિત્ર એટલું ઊભું થઈ જાય.
ચારિત્ર એટલે રમણતા. દ્રષ્ટાભાવમાં રહેવું એ. જ્ઞાતા-દ્રષ્ટામાં રહેવું ને એમાં રમણતા થવી એ ચારિત્ર.
આત્માની રમણતા એટલે “હું શુદ્ધાત્મા છું' એનું લક્ષ ત્યાંથી માંડીને છેલ્લું “શુદ્ધ ચારિત્ર'માં વર્તે ત્યાં સુધીનું.