________________
(૯) સ્વરમણતા-પરરમણતા
૨૬૭
એટલે, ભગવાન મહાવીર પુદ્ગલ શું કરે છે તે જ જુએ. બુદ્ધિ શું કરે છે, મન-ચિત્ત શું કરે છે, એ જ જોતા હતા એક જ પુદ્ગલ, બીજું કંઈ નહીં. બીજા ડખામાં ઊતરતા જ નહોતા. આપણે એ પ્રયત્ન કરીએ, પણ થોડીવાર રહેને પછી પાછું એ ખસી જાય.
પ્રશ્નકર્તા ઃ હા, આપણે પ્રયત્ન કરીએ થોડીવાર રહે પણ ખસી
જાય.
દાદાશ્રી : કારણ કે બહારનો અભ્યાસ વધારેને ! પેલો તો જુદાપણાનો બિલકુલ અભ્યાસ. કોઈ પુદ્ગલની વસ્તુ એવી-તેવી હોય તેની ઉપર એ શું શું કરે છે તે નિરીક્ષણ કરતા હોય, એ બધું ખ્યાલમાં હોયને એવું એ.
પ્રશ્નકર્તા: પણ પોતાના એક જ પુદ્ગલનો, બહાર કોઈ ડખલ નહીં.
દાદાશ્રી : બીજું શું? એક પુદ્ગલ જોવાય તો બહુ થઈ ગયું. નહીં તો બહાર ડખલ થાય જ, એવું કહેવા માગે છે. એ આપણે કહીએ કે તમે જોવાનો અભ્યાસ કરો, પણ થાય નહીં. થોડીવાર રહે, પાછું ભૂલાઈ જાય. ક્યાંય સુધી બધું બહાર જોતો હોય !
પ્રશ્નકર્તા : એ સ્ટેજ આવવાની તો ખરી જ ને ?
દાદાશ્રી : એ પ્રયત્ન એનો એ જ હોય, પણ થાય નહીંને ! રહે નહીં ને જાય ને આવે, જાય ને આવે. એ જાણી રાખવાનું છે, કે એક જ પુગલ જોવાનું છે.
જે એક પુદ્ગલનો સ્વભાવ છે એ સર્વ પુદ્ગલનો સ્વભાવ છે. સ્વભાવ એકનો એક જ જાતનો છે. એટલે ભગવાનની રીત મેં તમને આપી છે. તે રીતે ચાલો હવે. ચંદુભાઈના મન-બુદ્ધિ-ચિત્ત શું કરે છે, ચંદુભાઈ શું શું કરી રહ્યા છે, એ બધું નિરંતર ઑક્ઝર્વેશન કરવું જોવાનું) એ કમ્પ્લીટ શુદ્ધાત્મા.
પ્રશ્નકર્તા એટલે ધારો કે મેં આ રીતે ઉપયોગ ગોઠવ્યો કે આપણે