________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ગરમીમાંથી આવ્યો હોય ને એકદમ પવન આવે ત્યારે હાશ કરે, તે શેની રમણતા કરી ? પુદ્ગલની, તે કરે કે ના કરે ?
૨૬૬
છતાં આ બધી કંઈ ઉપાધિ રાખવા જેવી નથી. તમે એવા પદ ઉપર બેઠેલા છો કે આટલી ખોટનો હિસાબ જ નથી. પાંચ લાખ કમાયેલો હોય, તેના સો રૂપિયા પડી જાય એનો હિસાબ નહીં.
એક પુદ્ગલને જોવું એ જ આત્મરમણતા
પ્રશ્નકર્તા : આત્મરમણતામાં ભગવાન સતત કેવી રીતે રહેતા ?
દાદાશ્રી : મહાવીર ભગવાન એક પુદ્ગલ એકલું જોયા કરતા’તા. જે પોતાનું પુદ્ગલ હતુંને, એમાં અંદર શું થઈ રહ્યું છે, માનસિક ક્રિયા, બીજી ક્રિયાઓ, બીજું શું થઈ રહ્યું છે તે જોયા કરતા’તા. બીજું કશું જોતા નહોતા. એ જ બધું બહુ હોય છે.
પ્રશ્નકર્તા : એક પુદ્ગલને જોતા હતા, એટલે ભગવાન મહાવીર આત્મામાં રમણતા કરે છે કે પુદ્ગલને જુએ છે ?
દાદાશ્રી : પુદ્ગલને જોવું અને જાણવું, એનું નામ જ આત્મરમણતા. ભગવાન મહાવીર શું કરતા ? એક પુદ્ગલમાં જ દૃષ્ટિ સ્થિર કરીને જ રહ્યા ત્યાં, પછી કેવળજ્ઞાન ઉપજ્યું'તું.
કેવળદર્શન થતા પહેલા અગિયારમા ગુંઠાણામાંય પુદ્ગલ રમણા કરે છે અને કેવળજ્ઞાન થાય ત્યારે નિરંતર સ્વરૂપની રમણતામાં રહે. પુદ્ગલ પુદ્ગલની રમણતા કરે અને સ્વરૂપ સ્વરૂપની રમણતા કરે.
અપનાવો રીત ભગવાત મહાવીરતી
પ્રશ્નકર્તા ઃ ભગવાન મહાવીર પોતાના એક પુદ્ગલને જ જોતા હતા એ શું કહેવા માગે છે, દાદા ?
દાદાશ્રી : ભગવાન મહાવીર તો બસ, એકલું પોતાનું જ પુદ્ગલ જોયા કરતા’તા. એ તો એમને દેખાય જ નિરંતર. એક પુદ્ગલમાં જ દિષ્ટ રાખતા'તા. એક જ પુદ્ગલ, બીજું નહીં.