________________
(૯) સ્વરમણતા-પરરમણતા
૨૬૫
શુદ્ધાત્મા છું' એ લક્ષમાં નિરંતર રહે અને બીજાને શુદ્ધ જુએ, એ શુદ્ધ રમણતા કહેવાય. એ રમણતા આત્માની રમણતા કહેવાય. પછી બીજી સમભાવે નિકાલ કરતી વખતે આત્માની રમણતા. સમભાવે નિકાલ કરો તો આત્માની રમણતા. પછી પાંચમું પદ છે તે શુદ્ધાત્માનો ચોપડો એટલે અહીં આવ્યા, તે આત્મા રમણતા. એટલે આપણે પાંચેય આજ્ઞા આત્મરમણતા છે.
પૌદ્ગલિક ક્યિા જોવા-જાણવી એ સ્વરમણતા
પ્રશ્નકર્તા : આપે આગળ કહ્યું આત્માની રમણતા બધી પુગલની ક્રિયાઓને જોવી અને જાણવી તે જ છે અને પછી પાછું આ આત્માના ગુણોને યાદ કરવા તે પણ કહ્યું તો બન્નેમાં ફરક શું ?
દાદાશ્રી : જોવું-જાણવું અને એ આત્મરમણતા. આ પૌદ્ગલિક ક્રિયાઓ જે થાય છે તમારી, ચંદુભાઈ શું કરે છે એ જોવું-જાણવું અને બધી રીતે ઊંડા ઊતરવું ઝીણામાં ઝીણી બાબતમાં તે આત્મરમતા છે. અને ગુણો યાદ કરવા તે આત્માનું, પોતાનું નિશ્ચયબળ વધવા માટે છે. જાગૃતિ વધવા માટે, સંપૂર્ણ દશા માટે છે.
આત્માના ગુણોને યાદ કરવાથી આત્માની દઢતા, નિશ્ચયબળ વધે છે. માટે ગુણો યાદ કરવા. પોતે પોતાની પૂર્ણાહુતિ કરીએ છીએ, ગુણો યાદ કરવાથી અને પૌગલિક ક્રિયાને જોવી અને જાણવી એ તો પૂર્ણાહુતિ થયા પછી જ આવી શકે એમ છે. એ બે જુદી વસ્તુ છે.
ગરમીથી બહુ અકળાયેલો હોય ત્યારે ઠંડો પવન આવે ત્યારે હાશ કહે. અલ્યા, જ્ઞાન લીધેલું છે ને હાશ હાશ શું કરે છે ? આ પુગલ સુખ ચાખે છે ? આપણાથી પુદ્ગલ સુખ ના ચખાય, તો પણ ચાખે. અનાદિનો અભ્યાસ છે ને ! પછી આપણે એને સમજણ પાડીએ કે આની મહીં તન્મયાકાર ના થઈશ. તો પણ એવું એકદમ ના થાય, વાર લાગે, ધીમે ધીમે થાય. નહીં તો હાશ કરીને ઊભો રહે. આમ પુદ્ગલનો ભોગવટો લે, રમણતા કરે, તે ઘડીએ એ આત્મરમણતા ચૂકી ગયો. નિરંતરની આત્મરમણતા આપી છે છતાંય જો પુદ્ગલની રમણતા કરે ?