________________
૨૬૪
થાય ?
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
સિદ્ધ સ્તુતિ-પાંચ આજ્ઞાથી વધે આત્મરમણતા
પ્રશ્નકર્તા : મહાત્માને ‘નિજ વસ્તુ’ રમણતા વધારે કેવી રીતે
દાદાશ્રી : રમણતા તો બે-ચાર રીતે થાય. બીજી કોઈ રમણતા ના આવડે તો ‘હું શુદ્ધાત્મા છું’, ‘હું શુદ્ધાત્મા છું’ એવું કલાક-બે કલાક બોલે તોય ચાલે, એમ કરતા કરતા રમણતા આગળ વધે.
પ્રશ્નકર્તા : દાદા, આપે બે-ચાર પ્રકારની આત્મરમણતા કહી, તે જરા વિશેષ સમજાવો.
દાદાશ્રી : આ કેટલાક ‘શુદ્ધાત્મા, શુદ્ધાત્મા’ કરે. કેટલાક ‘શુદ્ધાત્મા’ લખીને કરે, તે એ આમાં લખીને કરે તો દેહેય એમાં મહીં રમણામાં પેઠો. દેહ ને વાણી બેઉ પેઠા, એટલે મન તો મહીં હોય જ. અને કેટલાક આ બહારનો વ્યવહાર ચાલતો હોય છતાંય મનથી જો શુદ્ધાત્માની ખરેખર રમણા કરેને એના ગુણની, એ સિદ્ધસ્તુતિ કહેવાય. એ બહુ કામ આપનારી, બહુ ફળ આપનારી.
પહેલું જાડું કરેને એટલે પુદ્ગલ રમણતા છૂટવા માંડે. એમ કરતા કરતા ઝીણું થાય અને જો એના ગુણ જ બોલ્યા કરે, અને શુદ્ધાત્માના ગુણોમાં ૨મણા કરે, જેમ કે ‘હું અનંત જ્ઞાનવાળો છું’, ‘હું અનંત દર્શનવાળો છું’, ‘હું અનંત સુખનું ધામ છું’, ‘હું અનંત શક્તિવાળો છું' બોલો, એટલે સાચો રસ ઉત્પન્ન થઈ જાય ! એ સાચી રમણતા કહેવાય. એ તરત જ, ‘ઑન ધ મોમેન્ટ’ ફળ આપે ! પોતાનું સુખ અનુભવમાં આવે.
પ્રશ્નકર્તા : પુદ્ગલના રસોને દબાવીએ, તો આત્માના રસો ઉત્પન્ન થાય ?
દાદાશ્રી : ના, દબાવવાનો અર્થ જ નથી. એ તો એની મેળે ફિક્કા થઈ જાય. આત્માના ગુણો કલાક-કલાક સુધી બોલો તો તરત ઘણું બધું ફળ આપે. આ તો રોકડું ફળવાળી વસ્તુ છે, અગર તો દરેકની મહીં ‘શુદ્ધાત્મા’ જોતા જોતા જાવ તોય આનંદ થાય એવું છે.