________________
(૯) સ્વરમણતા-૫૨૨મણતા
દાદાશ્રી : (તમને) કેવળજ્ઞાન જ આપેલું છે, એટલે અહંકાર જતો રહ્યો છે. કર્તાપદનો અહંકાર જતો રહ્યો અને ભોક્તાપદનો રહ્યો. તમે કસોટીમાંથી નીકળી ગયા.
જ્ઞાતીતી અપ્રમત્તદશા, પણ તહીં એ પૂર્ણત્વ પ્રશ્નકર્તા : અપ્રમત્તદશા જે છે તે એને કહે છે ?
૨૬૩
દાદાશ્રી : ના, ના, ના. અપ્રમત્ત તો આથી બહુ આગળ.
સ્વરમણતા કમ્પ્લીટ, એમાં થોડુંક બાકી હોય ત્યારે અપ્રમત્ત કહેવાય. અમને અપ્રમત્ત કહેવાય, થોડુંક બાકી. સ્વરમણતા ખરીને, એટલે અપ્રમત્ત કહેવાય. એટલે તે ઘડીએ અમે જાગ્રત હોઈએ.
પ્રમત્ત એટલે પ્રમાદ એવું નહીં. આ તો લોકોએ પ્રમત્ત લખ્યુંને તેનો અર્થ પ્રમાદ નહીં. આપણા લોક કહે છે ને કે આ પ્રમાદી છે, એ પ્રમાદ નહીં. પ્રમત્ત એટલે ક્રોધ-માન-માયા-લોભમાં રહેવું, એનું નામ પ્રમત્ત અને અપ્રમત્ત એટલે કષાયની બહાર નીકળવું, એ અપ્રમત્ત.
‘મારું સ્વરૂપ હોય’ કહેતા, છૂટે પૌદ્ગલિક રમણતા
પ્રશ્નકર્તા : પૌદ્ગલિક રમણતા આપણે જ્ઞાન લીધા પછી કાઢવાની કે ઑટોમેટિક જતી રહે ?
દાદાશ્રી : જતી જ રહે. જેમ જલેબી ખાયને તો ચા ઉપર અભાવ થયા જ કરે. એ મજા ના આવે, એને ઈન્ટરેસ્ટ ના રહે. એની મેળે જતી રહે. પણ એક નિયમ એવો છે કે આ બીડી જતી રહી એટલે આપણે કહેવું
કે ‘બીડીનો અમારે સંબંધ કાયમને માટે બંધ.’ એટલો શબ્દ બોલવો. કારણ એના પરમાણુ જેની દુકાન ખુલ્લી હોયને, તેમાં પેસી જાય છે બધા. એટલે બીડીનું બંધ થયું ત્યારે બીડીની દુકાન બંધ. તે દુકાનમાં પેસે જ નહીંને પછી !
પ્રશ્નકર્તા : એટલે ‘બીડી અમારે કાયમ માટે બંધ’ એવું બોલવાનું.
દાદાશ્રી : અને જે ના ખાવું હોય તે ‘મારું સ્વરૂપ ન્હોય’ એમ કહો કે છૂટી જાય એ બધું. ‘મારું સ્વરૂપ ન્હોય’ એ કહે છૂટી જાય બધું.