________________
૨૬૦
નથી.
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : વ્યવસ્થિત પ્રમાણે નીકળે છે. આપણે એમાં મણતા
પ્રશ્નકર્તા : આપણે પોતે પોતાનામાં રહીએ અને એનો કાળ પાકે ત્યારે વ્યવસ્થિત કહેવાય ને ?
દાદાશ્રી : પોતામાં રહ્યા કે વ્યવસ્થિત જ હોય બહાર. તમને જો પોતામાં રહેતા આવડે અને એવો તમારો પુરુષાર્થ હોય તો બહાર વ્યવસ્થિત જ હોય. આ તો બહાર બગાડો છો. પોતામાં રહેતા નહીં હોવાથી બગાડો છો બહાર, અવ્યવસ્થિત કરો છો.
વ્યવસ્થિત માણસને લપસાવે તોય સ્ટેપ બાય સ્ટેપ લપસાવે છે અને માણસ અવ્યવસ્થિત કરે છે, પોતે ભૂસકો મારે છે. એટલે વ્યવસ્થિત આટલી બધી હેલ્પ કરે છે અને અહંકાર આટલું બધું બગાડે છે. અહંકારે કરીને તો આ જગત આવું થઈ ગયું છે. અહંકાર, શુદ્ધ અહંકાર હોત તો આવું ન થાત.
અત્યારે અમે જ્ઞાન આપ્યું છે બધાને, એ સ્વરમણતામાં રહેતા હોય તો બહાર વ્યવસ્થિત જ હોય અને રમણતામાં રહેવાય એવું આ જ્ઞાન છે.
પાંચ આજ્ઞામાં રહે એટલે રમણતામાં જ હોય જ.
જુએ-જાણે એ સ્વરમણતા, એ જ આત્મલીતતા
પ્રશ્નકર્તા : બસ હવે સ્વરમણતામાં જ રહેવું છે.
દાદાશ્રી : એ પોતાની રમણતા શી રીતે થાય ? જુએ ને જાણે, બીજું કશું જ કરવાનું નહીં એમાં.
આ લાઈટ હોય એની રમણતામાં શું કરે છે ?
પ્રશ્નકર્તા : પ્રકાશ આપે છે.
દાદાશ્રી : જુએ-જાણે, બીજું પોતે કશું કરતું નથીને ? પ્રશ્નકર્તા ઃ ના.