________________
(૯) સ્વરમણતા-પરરમણતા
૨૬૧
દાદાશ્રી : હમણે દુઃખતું હોય તો નીચે આવે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : સમજાયું તને ? પ્રશ્નકર્તા ઃ એટલે આત્મામાં જ લીનતા?
દાદાશ્રી : લીનતા એટલે રમણતા બસ. રમણતા એટલે જ્ઞાતાદ્રષ્ટા, બીજી કંઈ રમણતા જ નહીં.
પ્રશ્નકર્તા : આત્મપ્રતીતિ, આત્મજ્ઞાન અને આત્મલીનતા જ.
દાદાશ્રી : એ સિવાય મુક્તિ કોઈની થઈ શકે નહીં. આત્માની તમને પ્રતીતિ થઈ ગઈ. આત્મજ્ઞાન થઈ રહ્યું છે. આત્મલીનતા ધીમે ધીમે થશે.
પ્રશ્નકર્તા આપણે એ માટે જે વાપરીએ છીએ એ પ્રતીતિ, લક્ષ અને અનુભવ.
દાદાશ્રી: હા, તે આ જે અનુભવ એ છે તે આત્મલીનતા કહેવાય અને લક્ષ એ જાગૃતિ કહેવાય અને દર્શન એ પ્રતીતિ.
ના ગમતાની રમણતાના જ્ઞાતા એ સ્વરમણતા (આ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી) મોક્ષ તો થઈ જ ગયેલો છે. પણ હવે જે થઈ જાય છે રમણતા તે બે પ્રકારની.
(૧) “હું શુદ્ધાત્મા છું' તેમ જાણો અને જે નથી ગમતી તેવી રમણતા કરવી પડે છે. બહાર જવાનું ના ગમતું હોય પણ પહેલા સહી કરી આપેલી છે તે રમણતામાં રહેવું પડે.
(૨) બીજી, સ્વરૂપની રમણતા.
બીજા લોકો પહેલી રમણતામાં તન્મયાકાર થઈ જાય. જ્યારે આપણને પણ પહેલા પ્રકારની) રમણતા આવે ખરી પણ તેમાં આપણે તેના જ્ઞાતા-દ્રષ્ટા હોઈએ. તેમાં આપણે તન્મયાકાર ન થઈ જઈએ.