________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
સ્વભાવનો, સ્વરૂપનો ભોક્તા થઈ ગયો. આખું જગત ૫૨૨મણતામાં છે, પુદ્ગલ ભોક્તામાં છે અને સ્વરૂપવાળા સ્વરમણતામાં, સ્વરૂપના ભોક્તા. સ્વરૂપનો ભોક્તા થયો એટલે બીજું ખરાબ પેસવાનું નહીંને ! સ્વરમણતા ઉત્પન્ન થઈ એ જ મોક્ષ છે.
૨૫૨
આ જગત જે છે તેને સત્ય માનવું ને તેમાં જ રમણતા કરવી તે અશુદ્ધ ચિત્ત અને આ જગતનું જે જ્ઞાન-દર્શન છે તે સાચું નથી એમ માનવું ને સાચી વસ્તુમાં રમણતા રાખવી, એનું નામ શુદ્ધ ચિત્ત. શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા છે.
એટલે વીતરાગોએ કહ્યું, અનંત પરમાણુઓમાંથી ચિત્ત સ્વરૂપમાં આવશે તો ઉકેલ આવશે. એટલે રમણતા શેની જોઈએ ? સ્વરૂપની. અમે તમારી જોડે વાત કરતા સ્વરૂપની રમણતામાં હોઈએ. ઊંઘતા, ખાતાપીતા, ચાલતા સ્વરૂપની રમણતામાં જ હોઈએ !
પોતે સ્વતી રમણતામાં એ જ ભક્તિ અક્રમમાં
પ્રશ્નકર્તા ઃ આ અક્રમિક માર્ગમાં ભક્તિનું સ્થાન ક્યાં આવે ?
:
દાદાશ્રી : અક્રમિક માર્ગમાં પોતાનો આત્મા જાણ્યા પછી, પોતાને આત્મસ્વરૂપની સભાનતા ઉત્પન્ન થયા પછી ભક્તિ પોતાના સ્વરૂપની જ હોય છે, જેને રમણતા કહે છે.
પ્રશ્નકર્તા : એટલે સ્વરૂપની રમણતા એ જ સ્વરૂપની ભક્તિ ?
દાદાશ્રી : હા, એટલે ભક્તિ શબ્દ કહેવો હોય તો સ્વરૂપની ભક્તિ કહેવાય, નહીં તો પોતે પોતાની રમણતા જ છે. પુરુષ થયા પછી બીજું અવલંબન ના રહ્યુંને !
પ્રશ્નકર્તા : પુરુષ થયા પછી ભક્તિનું સ્વરૂપ કેવું ?
દાદાશ્રી : પુરુષ થયા પછી પોતે પોતાની રમણતા છે. બીજી કશીય રમણતા, ભક્તિ છે જ નહીં. એટલે પોતાના સ્વરૂપની રમણતા અગર ભક્તિ કહો, તે પોતાના સ્વરૂપની જ છે.