________________
(૯) સ્વરમણતા-પરરમણતા
૨ ૫૩
પરરમણતામાં ઉત્તમ, જ્ઞાની પુરુષની કીર્તનભક્તિ
રમણતા એનું નામ ભક્તિ. અજ્ઞાનતામાં પુદ્ગલ રમણતા છે. હેય, કેરીઓ દેખીને મહીં ગલગલિયા થયા કરે. એ રમણતા જુઓને, કેવી મજા આવે છે ! ચિત્ત ચોંટી જાય ત્યાં આગળ.
આ બધી પરરમણતા કહેવાય છે. ક્યાં સુધી પરરમણતા ? કે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી સ્વરમણતા ઉત્પન્ન ના થાય અને ત્યાં સુધી પરરમણતા ભગવાને કહેલી છે. અને પરરમણતામાં ઉત્તમમાં ઉત્તમ રમણતા કઈ ? ત્યારે કહે, જ્ઞાની પુરુષની કીર્તન ભક્તિ. કારણ કે આપણો ધ્યેય, લક્ષ બંધાયેલું છે. એ જ્ઞાની પુરુષ એ ધ્યેયસ્વરૂપ છે. જે જગ્યાએ એ ગયા છે તે જગ્યાએ આપણે જવું છે, માટે ધ્યેયનું કીર્તન કહેવાય. એટલે આપણે ધ્યેય તરફ રહીએ.
બાકી, શાસ્ત્રો તો અનંત અવતારથી છે. શાસ્ત્રો માર્ગદર્શન આપે, પણ શાસ્ત્રો મોક્ષ ના કરાવે. મોક્ષ માટે તો જ્ઞાની પુરુષની કીર્તન ભક્તિ હોય, એ મોક્ષમાર્ગ ઉપર લાવી દે અને આપણને જ્ઞાની પુરુષ ભેગા કરી આપે.
જેટલી જ્ઞાની પુરુષની નજીકની ભક્તિ એટલો એ નજીક ખેંચાય. એ નજીકની ભક્તિ કહેવાય અને કેટલાકની ભક્તિ બહુ લાંબી ભક્તિ હોય. લાંબી એટલે દસ માઈલ છેટેથી. કેટલાકને બે માઈલ છેટેથી. એ શબ્દો જુદા દેખાય આપણને. શબ્દો ઉપરથી ઓળખાય કે આ કેટલા માઈલ છેટેથી ભક્તિ કરી રહ્યા છે. અને છેવટે આત્મા જાણવાનો છે.
આત્મા જાણ્યા પછી બીજી ભક્તિ કરવાની રહી જ નહીંને ! આત્મા જાણ્યા પછી સ્વરમણતા જ કરવાની છે. આ ભક્તિ પરરમણતા છે. એટલે આત્મા જો જાણ્યો જ્ઞાની પુરુષ પાસેથી એટલે સ્વરમણતા ઉત્પન્ન થઈ. એટલે પછી સ્વની રમણતામાં જ રહેવું જોઈએ.
જ્ઞાતીભક્તિ એ 90 ટકા તે આત્મલક્ષ એ ૧૦૦ ટકા રમણા
છતાં આ જ્ઞાન મળ્યા પછી દાદા યાદ રહ્યા કરેને તેય આત્મરમણતા કહેવાય.