________________
(૯) સ્વરમણતા-પરરમણતા
૨ ૫૧
આજ્ઞારૂપી પ્રોટેક્શન, કરે સ્થિર સ્વરમણતામાં
આત્માની રમણતા ઉત્પન્ન થયા પછી કશું કામ રહેતું નથી. અમે તમને આત્મા આપીએ તેની રમણતા તમારે ઊભી નહીં કરવી પડે. અમે મહીં મૂકી આપીએ એવું કે તમને રમણતા ઊભી થઈ જાય, એની મેળે. તમારે કશું કરવાનું નહીં, સહજ છે આ. જો તમારે કંઈ પણ કરવાનું રહેતું હોય તો જ્ઞાની પુરુષ મળ્યા નથી એમ નક્કી થાય. જ્ઞાની પુરુષ એટલે કશું કરવાનું ના રાખે. લિફટમાં બેસાડીને મોક્ષમાં લઈ જાય અને પછી જ્ઞાની પુરુષ જ ચલાવે. આપણે તો એમની આજ્ઞાપૂર્વક બેસી રહેવાનું. આ સ્વરમણતા થયા પછી ધર્મ શું કરવાનો ? ત્યારે એમણે આજ્ઞા આપી હોય. બસ એ આજ્ઞામાં રહેવું. આજ્ઞા એ પ્રોટેક્શન છે. સ્વરમણતા પ્રાપ્ત થયેલાનું પ્રોટેક્શન શું ? ત્યારે કહે, આજ્ઞા ! એટલે અમે પાંચ આજ્ઞા આપીએ છીએ બધી.
એક ફેરો આત્મા જાણ્યા પછી આ પાંચ આજ્ઞા પાળતો હોય, તે ઘડીએ આત્મરમણતામાં પેસતા શીખ્યો. એ રમણતા પછી ધીમે ધીમે સ્થિર થતી જાય અને આ પુદ્ગલ રમણતા બંધ થતી જાય. પછી આ પુલના રમણથી મુક્ત થયો, એને નિરંતર મુક્ત કહેવાય, એ “પરમાનંદ” દશા. પરરમણથી મુક્ત થયો. મુક્ત જ છે, અહીં બેઠોય મુક્ત.
અક્રમ જ્ઞાત મટાડે પરભાવ-પરરમણતા પ્રશ્નકર્તા: આપના અક્રમ જ્ઞાન થકી જે આત્મરમણતા ચાલુ થઈ જાય છે તે જ્ઞાન વિશે જણાવશો ?
દાદાશ્રી : જે જ્ઞાન અનાત્મામાં ભેળા નથી થવા દેતું, પરભાવમાં, પરરમણતામાં ભેગું ના થવા દે, એ જ્ઞાન અને એ જ આત્મા છે. હોમ ડિપાર્ટમેન્ટમાં જ રાખે, ફોરેનમાં પેસવા ના દે.
જ્ઞાન પોતે જ મુક્તિ છે, મોક્ષમાં રાખે, બંધન થવા ના દે.
જ્ઞાન મળ્યા પછી હું શુદ્ધાત્મા છું' એ ભાવ ઉત્પન્ન થયા પછી આ બધાં કોઝીઝ બંધ થઈ ગયા. ભોક્તાપણું બંધ થઈ ગયું ને પોતાના