________________
(૯) સ્વરમણતા-પરરમણતા
૨૪૭
આ બધા નાશવંત રમકડાંથી રમે છે, તેનો નાશ થવાનો છે. આખું વર્લ્ડ વસ્તુમાં રમતું નથી, ફેઝિઝમાં રમ્યા કરે છે.
અમે પરમાત્મા સાથે રમીએ છીએ. જે ચૈતન્યમાં રમણતા કરતા નથી, તે બધા જ રમકડામાં રમે છે. અમે ભગવાનમાં રમીએ છીએ અને ભગવાન અમને રમાડે છે. (પદ્ગલિક) રમકડાં નાશવંત છે. અમે અવિનાશી રમકડું રમાડીએ છીએ, અમરપદની જ રમણતા.
સ્વભાવ પ્રાતિ પછી થાય આત્મરમણતા
એટલે જો કદી પૌદ્ગલિક રમણતા કિંચિત્માત્ર હોય ત્યાં સુધી આત્મા પ્રાપ્ત થતો નથી. આત્માના અણસાર દેખાય છે પણ તથારૂપ ના થાય. તથારૂપ ભગવાને જે કહ્યો છે, એવો ન થાય. એ તો અચળ આત્મા ! આ ચંચળ આત્મા છે.
આત્માની રમણતા ઉત્પન્ન થાય ત્યારે જાણવું કે મોક્ષ થયો આપણો.
પુદ્ગલમાં રમણતા કરે તે પુદ્ગલ સાર અને આત્મામાં રમણતા કરે તે આત્મસાર.
પૌગલિક રમણતા જેને બંધ થઈ ગઈ હોય અને આત્મરમણતા જેને ચાલુ થઈ ગઈ હોય તે સંન્યાસી.
આત્માનો સ્વાદ ચાખ્યા પછી આત્મરણિતા હોય. પહેલો સ્વાદ આવવો જોઈએ, ત્યાર વગર રમણતા ના ઉત્પન્ન થાયને ! જ્યાં સુધી આત્માનો સ્વભાવ ઉત્પન્ન થાય નહીં, ચાખે નહીં, ત્યાં સુધી પ્રકૃતિ જ રચ્યા કરે છે. સ્વભાવ ચાખ્યા પછી પોતાની જ રમણતા કરે છે.
આત્મસુખ ચાખતા થાય સ્વરમણતા
“જગત વિસ્તૃત રહેવું એ જ છેલ્લામાં છેલ્લું સાધન છે. હવે વિસ્મૃત એમ ને એમ તો રહી શકે નહીં. કોઈમાં સ્મૃતિ દાખલ થયા સિવાય જગત વિસ્તૃત રહી શકે નહીં. એટલે સાચી આરાધના ઉત્પન્ન થયા સિવાય જૂઠી છૂટે નહીં.