________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
૫૨૨મણતામાં જ છે. એકુંય સ્વરમણતામાં જ નથી. શાસ્ત્રો ૨માડે, શિષ્યો ૨માડે, ફોટા રમાડે એ બધી સંસા૨ ૨મણતા જ છે. આત્મરમણતા એક સેકન્ડ પણ ચાખે તો છુટકારો થાય. જ્ઞાની સિવાય આત્મરમણતામાં કોઈ લાવી જ ના શકે.
૨૪૬
આત્મપ્રાપ્તિ સુધી રમકડાંતી રમણતા ચિત્ત સ્થિરતા માટે
પ્રશ્નકર્તા : દાદા, વધારે સમજાવો.
દાદાશ્રી : ભગવાને કહ્યું કે બે જાતની ૨મણતા હોય. એક ‘શુદ્ધ ચેતન’ની રમણતા, એ પરમાત્મ રમણતા કહેવાય છે અને નહીં તો બીજી પુદ્ગલની ૨મણતા, એ રમકડાંની રમણતા કહેવાય છે. રમકડાં રમાડે છે એમ કહેવાય છે. રમકડાં કોને કહેવાય ? જે ખોવાય તો દ્વેષ થાય ને મળે તો રાગ થાય !
જ્યાં સુધી સ્વરૂપ પ્રાપ્ત નથી થયું ને સ્વરૂપમાં ૨મણતા નથી ત્યાં સુધી જગત આખુંય રમકડાંની રમણતામાં મશગુલ છે.
કારણ કે ત્યાં સુધી ચિત્તને મૂકવું શેમાં ? જ્યાં સુધી સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી ચિત્તને શેમાં મૂકે ? કાં તો અંદર મૂકે પણ અંદરનું ‘સ્વરૂપનું ભાન’ નથી એટલે ત્યાં સુધી પોતે બાહ્ય રમકડાં રમાડે, નહીં તો ચિત્ત ભટક્યા કરે. તે રમકડાં રમાડે ત્યાં સુધી તો ચિત્ત સ્થિર રહે !
હવે એ તો જ્યાં આગળ, બીજી જગ્યાએ રમણતા છે તેના આધારે જીવાય છે. જો રમણતા કોઈ પણ જગ્યાએ, એક પરમાણુ માત્રમાં પૌલિક ૨મણતા ના હોય, એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો.
રમકડાંની રમણતા તો ઈન્ટરેસ્ટ અને ડિસિન્ટરેસ્ટ ઉત્પન્ન કરે, આત્મરમણતામાં તેવું ના હોય.
જે રમકડાં રમાડે એ અવસ્થામાં મુકામ કરે અને જે આત્માની રમણતા કરે એ આત્મામાં મુકામ કરે. અવસ્થામાં મુકામ કરે એટલે અસ્વસ્થ રહે, આકુળવ્યાકુળ રહે અને આત્મામાં રમણતા કરે એટલે સ્વસ્થ, નિરાકુળ રહે !