________________
(૯) સ્વરમણતા-પરરમણતા
૨૪૫
છે તેને મોહ કહ્યો છે. પછી જે કંઈ કરો તે. આ મોહમાંથી આ મોહમાં વળગ્યા ને આ મોહમાંથી આ મોહમાં વળગ્યા. મોહની બહાર નીકળે નહીં ત્યાં સુધી એનું કશું કામ નહીં. વીતરાગોની વાત કેવી ડહાપણવાળી છે, નહીં ?
આત્મરમણતા સિવાય બધું જ મોહ છે. આત્મરમણતાના સાધનોય મોહ છે. એ મોહ કેવો છે ? પ્રશસ્તમોહ છે.
એ મોહેય પ્રશસ્ત છે કે જે સાધનો તમને સાધ્ય ફળ આપશે. પણ એવા સાધનો મળવાય મુશ્કેલ છે, ખરા સાધનો જ ક્યાં છે અત્યારે ? એટલે આવી દશા અત્યારે આ હિન્દુસ્તાનમાં બધા ધર્મોની થઈ છે. સાધન એ પૌગલિક રમણતા, ત્યાં નથી આત્મરમણતા
શુદ્ધાત્માની રમણતા એ જ મુખ્ય વસ્તુ છે, ત્યાં સુધી આ પુદ્ગલની રમણતા કહેવાય. આ બધું પુદ્ગલ જ કહેવાય ને ! જે રૂપે કહો, આ રૂપે કહો કે તે રૂપે કહો, પણ બધા રૂપે પુદ્ગલ જ છે. બધા જેટલા સાધન માર્ગ છે, એ બધા પૌગલિક રમણતામાં છે !
પુદ્ગલ રમણતા એનું નામ જ સંસાર. એનાથી કંઈ દહાડો વળશે નહીં. તું ગમે તે હોય, એમાં ભગવાનને શું લેવાદેવા ? ભગવાનને પૂછે, કે “રમણતા શી છે ?” ત્યારે એ કહે, “યુગલ રમણતા.” ત્યારે એ કહે, “સાહેબ, બધા શાસ્ત્રોના જાણકાર છીએ.” (ત્યારે ભગવાન કહે, “તે અમારે વાંધો નથી. એ જાણ્યું છે તેનું ફળ મળશે, પણ રમણતા શું છે? ત્યારે કહે, “પુદ્ગલ રમણતા.”
“ચંદુભાઈ ને આ બધું મારું, આનો ધણી ને આનો બાપો ને આનો મામો.” શાસ્ત્રીય પુગલ કહેવાય. સાધુ મહારાજો શાસ્ત્રોને રમાડ રમાડ કરે તેય પણ પુદ્ગલ રમકડાં જ કહેવાય, ત્યાં સુધી કોઈ દહાડો આત્મરમણતા ઉત્પન્ન થાય નહીં.
પુદ્ગલથી વિરામ પામવું એનું નામ વિરતિ. આખુંય જગત ક્રિયાઓમાં જ પડ્યું છે પણ એકમાત્ર દૃષ્ટિની જ જરૂર છે. બધા જ