________________
૨૪૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
એટલે આત્માના પોતાના સ્વરૂપની આરાધના શરૂ થાય, રમણતા શરૂ થાય, ત્યારે આ જગત વિસ્મૃત રહે. આ (સંસારી) રમણતા ચાલુ છે ત્યાં સુધી પેલું વિસ્તૃત રહે. આત્મા હાથમાં આવ્યા વગર આત્માની રમણતા ઉત્પન્ન થાય નહીં, ત્યાં સુધી બધી પૌદ્ગલિક રમણતા છે.
એ અહીંથી આમ ઘટે છે ત્યારે પેલી બાજુ બેસે. પેલી બાજુ ઘટશે ત્યારે પેલી બાજુ બેસે. પણ આમથી આમ આ સંસારમાં જ રમણતા એની. જ્યારે એ આત્માનું સુખ ચાખે છે, ત્યારથી એની આસક્તિઓ બધી મોળી પડી જાય અને આત્મરમણતામાં આવે છે. આ જે આસક્તિ આની સંસારની રમણતામાં હતી એ એને બદલે આત્માની રમણતા ચાખે છે, ત્યારથી જ રમણતા ઉત્પન્ન થાય છે. “હું શુદ્ધાત્મા છું' એ લક્ષ બેસી જાય છે. એ રમણતા એ જ સ્વાદ ચાખ્યો કહેવાય. ચાખ્યો માટે રમણતા. આના કરતા ઊંચો છે સ્વાદ. એટલે પેલી સંસારની રમણતા બંધ થઈ જાય છે ને આ રમણતા ચાલુ થાય છે. એટલે લક્ષ બેસી જાય છે. નહીં તો લક્ષ બેસે નહીંને પોતાને ! એમ (જેટલું) ચાખે એટલું પોતાને ભાન થાય કે આ ઊંચું છે. પરિગ્રહ ત વડે સ્વરમણતામાં, પણ ત થાય છેલ્લી દશા
પ્રશ્નકર્તા ઃ એવી આત્માની રમણતા ઊભી થાય, પછી મોક્ષે જવા માટે આ સંસારના પરિગ્રહો કેટલા નડે ?
દાદાશ્રી : જ્યાં સુધી આત્માની રમણતા ના થાય ત્યાં સુધી મોક્ષ નથી. બાકી પરિગ્રહ કંઈ નડતા નથી. પરિગ્રહ ગમે તેટલા હોય, પણ જો તે પોતે આત્માની રમણતામાં રહે તો મોક્ષ જ છે. એવું નોધારું ના બોલાય કે અપરિગ્રહથી જ મોક્ષ છે. તને જો સ્વરમણતા પ્રાપ્ત થઈ હોય, તો પૈણેને તેરસો રાણીઓ તે નડતી નથી ! અમને વાંધો નથી, તારી શક્તિ જોઈએ. સ્વરમણતા જો તને પ્રાપ્ત થઈ તો તને શો વાંધો છે ? સ્વરમણતા ઉત્પન્ન થયા પછી કોઈ પણ જાતનો વાંધો સ્પર્શે નહીં.
પ્રશ્નકર્તા : આપ કહો છો કે આપના જ્ઞાન દ્વારા પરિગ્રહોની વચ્ચે પણ અપરિગ્રહી બને છે તો શું એ શક્ય છે કે બધા પરિગ્રહો વચ્ચે પણ છેલ્લી સ્થિતિની પ્રાપ્તિ થાય ?