________________
૨૪૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
આત્માનું લક્ષ રહ્યા કરતું હોય નિરંતર, એક ક્ષણવાર અટક્યા સિવાય, ત્યારે સ્વરમણતા કહેવાય. એક પોતાનું સ્વરૂપ એકલું જ
સ્વરમણતા છે. સ્વરમણતા એટલે પરમાત્મામાં રમણતા થઈ અને પરરમણતા એટલે આ પુદ્ગલ, વિનાશીમાં રમણતા. આ વિનાશીની રમણતા એ સંસાર અને અવિનાશી સ્વરૂપની રમણતા એ મુક્તિ.
આ વિનાશીની રમણતા એ રિલેટિવ રમણતા. સ્વરમણતા એટલે રિયલની રમણતા. રિયલની રમણતા કાયમની હોય અને આ રિલેટિવની રમણતા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે.
સંસારી અવસ્થાઓમાં તન્મયાકાર તે પુદ્ગલ રમણતા પ્રશ્નકર્તા: સંસારની રમણતા વધુ સમજાવશો ?
દાદાશ્રી : આ સંસારમાં લોકોને દેહાધ્યાસની રમણતા રહે છે, ને તે ખૂબ આનંદમાં હોય તે વખતે આમ કરી નાખું ને તેમ કરી નાખું, એ રમણતા એ પુદ્ગલ રમણતા કહેવાય. એનાથી સંસાર ઊભો થયા કરે. અને આ જ્ઞાતા-દ્રષ્ટા એ આત્માની રમણતા છે. આ આત્માની રમણતા એ મુક્તિ આપે.
આ પૌદ્ગલિક રમણતાવાળું જગત છે ! અવસ્થાઓમાં તન્મયાકાર રહે એનું નામ સંસાર. અવસ્થાઓમાં તન્મયાકાર એટલે પુગલ રમણતા.
ચંદુભાઈ છું, હું વકીલ છું, આનો મામો છું, આનો સસરો છું, આનો ફુઓ થઉં.” જો આખો દહાડો ! “વેપારમાં આમ નફો છે, આમ નુકસાન છે” ગા-ગા કરે, એ બધું પુદ્ગલ રમણતા. જેમ સંસારીઓ ગાય તેવું ગાણું આમ કમાયો ને તેમ ગયો ને આ ખોટ ગઈ ને ફલાણું છે ને માર તોફાન ! “સવારમાં વહેલા ઊઠવાની ટેવ મારે. સવારમાં ઊઠતાની સાથે બેડ ટી પીવી પડે. પછી પેલી ટી..” એનું બધું ગા-ગા કરેને તે જાણવું કે આ પુદ્ગલ રમણતા. જે અવસ્થા ઊભી થઈને તેની મહીં જ રમણતા. ઊંઘની અવસ્થામાં રમણતા, સ્વપ્ન અવસ્થામાં રમણતા, જાગ્રતમાં ચા પીવા બેઠો તો તેમાં તન્મયાકાર, ધંધા ઉપર ગયો તો ધંધામાં તન્મયાકાર. તે તન્મયાકાર તો ફોરેનવાળા સહજ પ્રકૃતિવાળા તેથી રહે છે. આ તો