________________
(૯) સ્વરમણતા-પરરમણતા
૨૪૩
પાછા તન્મયાકારેય નહીં. આ તો ઘેર હોય ત્યારે ધંધો (સાંભરે), ધંધામાં તન્મયાકાર હોય. જમતી વખતે ચિત્તમાં ત્યાં આગળ ધંધા ઉપર તન્મયાકાર હોય. એટલી બધી આપણી અવળચંડાઈ ! અને સ્વરૂપમાં તન્મયાકાર રહે તેનો મોક્ષ થાય).
સ્વરૂપનું જ્ઞાન મળે તે સ્વરૂપમાં રમણતા કરી તો તે પોતે જ ભગવાન છે. પહેલા તો પોંક ખાવા ગયો ત્યાંય રમણતા. સગાંવહાલાં રડતા હોય તો ત્યાંય રડવામાં રમણતા. વાળ કપાવવા જાય તો ત્યાં વાળ કપાવવામાં પણ રમણતા. જે જે અવસ્થા ઉત્પન્ન થઈ, તે તે બધામાં રમણતા.
પૌગલિક રમણતા ઉપજાવે ઉપાધિ પ્રશ્નકર્તા : પદ્ગલિક રમણતાનું ફળ શું ?
દાદાશ્રી : પુદ્ગલ રમણતા છે તેથી કડવું-મીઠું એ રમણતામાં લાગ્યા કરે. ઘડીમાં મીઠું લાગે, ઘડીમાં કડવું લાગે. બેભરમો સ્વાદ આવ્યા કરે. લગ્નમાં પૈણવા જતો હોય તો બેભરમો સ્વાદ હોય, સાચો સ્વાદ ન હોય. તો પછી કોક મરવાનું હોય ત્યારે શું સાચો સ્વાદ આવે બિચારાને? એ તો જેને કલ્પાંત હોય એ લોકો જ જાણે, જગત કેવા કલ્પાંતમાંથી પસાર થઈ રહ્યું છે !
એટલે અત્યારે આ આત્માની બીજી વસ્તુમાં રમણતા છે. પોતાની રમણતા ભૂલાઈ ગઈ છે, તેની આ ઉપાધિ છે બધી. ઉપાધિમાં રમણતા કરી તો ઉપાધિ ઉત્પન્ન થઈ. હવે પોતાનામાં રમણતા કરે તો નર્યું સુખ, સુખ ને સુખ જ.
અનાદિ કાળનો અભ્યાસ પડી ગયેલો. કાં તો દેહમાં રમણતા કરે કે બજારમાં રમણતા કરે કે પછી ધર્મના પુસ્તકમાં રમણતા કરે.
શાસ્ત્રો-સ્વાધ્યાય એ બધીય પદ્ગલિક રમણતા
પ્રશ્નકર્તા : ધર્મના પુસ્તક એ તો આત્મરમણતામાં ગણાય કે એ પણ સંસારી રમણતા ?