________________
(૯) સ્વરમણતા-૫૨૨મણતા
અધ્યાયમાં મૂક્યું છે કે જ્યાં સુધી બ્રહ્મના દર્શન નહીં થાય, ત્યાં સુધી આ જે સંસાર પ્રત્યે રસ છે એ મોળો નહીં પડે, એ જશે નહીં.
૨૪૧
દાદાશ્રી : મોળો શી રીતે પડે તે ? આ રસ કંઈ જેવો તેવો રસ છે ? જલેબી ખાધી હોય, તે ખાય તેનો વાંધો નથી પણ બીજી વખતે પકડે તેનો વાંધો છે. પકડે છે, પછી આપણને એ પકડે છે. જુઓને, ચાએ કેવા પકડ્યા છે લોકોને ! ‘સાડા આઠ વાગ્યા, મારું માથું ચડ્યું છે' કહેશે. ‘અલ્યા મૂઆ, બેસને પાંસરો. રોજ ચા સાત વાગે મળે છે ને એક દહાડો સાડા આઠ થઈ ગયા તો શું બગડી ગયું ?' પાંસરો ના રહે પણ, કારણ કે એ ચાની રમણતામાં જ હોય.
રમણતા એ કાઁઝ, ધ્યાન એ ઈફેક્ટ
પ્રશ્નકર્તા : દાદા, ધ્યાન અને ૨મણતા બે એક જ વસ્તુ છે ?
દાદાશ્રી : ધ્યાન એ તો પરિણામ છે. ધ્યાન તો એક પ્રકારનો
આનંદ લૂંટવાનો છે. અને આ રમણતા તો કાર્યકારી વસ્તુ છે. જેમાં રમણતા કરી કે ધ્યાન ઉત્પન્ન થાય, એટલે આનંદ ઉત્પન્ન થાય જ, નિયમથી. ત્યાં દાદામાં રમણતા થઈ (એટલે) એ ધ્યાન ઉત્પન્ન થાય જ. તો તેમાં આનંદ લાગે.
એના એ જ વિચારમાં રમણતા કરવી એનું નામ ધ્યાનરૂપ થયું કહેવાય. એ ધ્યાન પછી એને ધ્યેયસ્વરૂપ થઈ જાય. પછી આપણું ચાલે નહીં.
સ્વરૂપ-સ્વભાવમાં રહેવું એ સ્વરમણતા
પ્રશ્નકર્તા : સ્વરમણતા-૫૨૨મણતા બે શબ્દો આવે છે તો સ્વરમણતા એટલે ?
દાદાશ્રી : આત્માની રમણતા. ‘હું આત્મા છું' ને આ મારા ગુણધર્મો છે એમ ચિંતવન થવું, એટલે કે સ્વરૂપ અને સ્વભાવમાં રહેવું એ સ્વરમણતા છે.