________________
[૯] સ્વરમણતા-પરરમણતા
યાદગીરી ત્યાં રમણતા અહંકારતી પ્રશ્નકર્તા: રમણતા એટલે શું? ઈન્વૉલ્વમેન્ટ ? એટલે એની અંદર ઓતપ્રોત થઈ જઈએ તે ?
દાદાશ્રી : ના, એવું કશુંય નહીં. યાદગીરી હોય તેમાં જ રમણતા આપણી હોય. રમણતા વગર યાદગીરી ના આવે. ભજિયાં યાદ આવ્યા કરતા હોય તો રમણતા એમાં હોય તો જ ભજિયાં યાદ આવે. જલેબી યાદ આવ્યા કરતી હોય તો જલેબીમાં રમણતા હોય તો આવે અને સવારના પહોરમાં ચા યાદ આવ્યા કરતી હોય, તો ચામાં રમણતા છે. કાર્ય બધા કરે છે, પણ રમણતા ચામાં છે.
પ્રશ્નકર્તા : ચાની યાદ આવે, એ ચાની રમણતા એ કોની રમણતા ?
દાદાશ્રી : એ તો અહંકારની. વ્યવહાર આત્માનો (પોતાનો) સ્વભાવ રમણતા કરવાનો છે. આઈધર હિઅર ઓર ધર. અગર કાં તો સંસારમાં અગર આત્મામાં. અહીં રમણતા ના હોય તો ત્યાં રમણતા છે જ અને ત્યાં રમણતા નથી તો અહીં છે જ, “આઈધર વન' (બેમાંથી એક જગ્યાએ) !
પ્રશ્નકર્તા ઃ એટલે તમે જે કહો છો ને, એ ગીતાના બીજા