________________
(૮.૬) સ્વસમય-સ્વપદ
૨૩૭
પાંસરી રીતે અને “મોળી મોળી' કરીને પાછો બે મિનિટ એમાં બગાડે, પછી શી રીતે થાય ?
પ્રશ્નકર્તા એટલે એ સ્વસમયવાળો પુદ્ગલમાં ભળે જ નહીં ?
દાદાશ્રી : પરની, આ દેહની પંચાત, મનની પંચાતમાં પડે નહીં. સ્વ સિવાય બીજી બધું પારકું ને આ જગત પારકી પંચાત કોને કહે ?
પ્રશ્નકર્તા ઃ આ બીજાની.
દાદાશ્રી : બીજાની. જ્યારે આ (સ્વસમયવાળો) પારકી પંચાત એટલે આ દેહ માંદો છે કે સાજો છે, એવી તેવી કશી પંચાતમાં પડે નહીં.
હું શુદ્ધાત્મા' એ સ્વપદ, વર્તાવે સ્વાનુભવપદ પ્રશ્નકર્તા: અપદ-સ્વપદ વિશે સમજાવશો.
દાદાશ્રી : “અપદ' એ મરણપદ છે. “હું ચંદુભાઈ છું” એ “અપદ' છે. અપદમાં બેસીને જે ભક્તિ કરે તે ભક્ત અને “હું શુદ્ધાત્મા' એ સ્વપદ' છે, એ “સ્વપદમાં બેસીને “સ્વ”ની ભક્તિ કરે એ “ભગવાન”
સ્વપદ એ નિર્લેપપદ છે અને બીજું બધું નાશવંતપદ છે. સ્વાદમાં અમરતા છે. જ્ઞાની પુરુષ સ્વપદમાં બેસાડી તમને અમર બનાવ્યા.
સેલ્ફનું રિયલાઈઝ થયું એટલે બધા અવતારનું ફળ મળ્યું. આ તો લિફટ માર્ગ છે, વૈભવવાળો માર્ગ છે. લાખ અવતાર ભટક ભટક કરે તોય આમાંનો એક અક્ષરેય ના પામે એવી આ વાત છે. આ તો સ્વ-પરની, હોમ અને ફોરેનની વાત છે.
અંતિમ હેતુ સિદ્ધકવાણી, હોય જ મંત્રસ્વરૂપે, ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવપદ સિદ્ધ વરતે. -નવનીત
અમે શુદ્ધાત્માનો (અંતિમ હેતુ સિદ્ધક) મંત્ર તમને આપ્યો છે તે સ્વાનુભવ વર્ત. આ અજપાજાપ તે મહીં પોતાના લક્ષની, સ્વપદની સ્થિરતા સ્થાપે.