________________
૨૩૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
સ્વાનુભવપદ એટલે હું તે જ છું અને તેમાં જ રહું છું અને “આ (દેહ) પાડોશી છે' એવું પદ ચાખેને, એ સ્વાનુભવપદ કહેવાય.
દાદાતી ભજતા સ્થિત કરાવે સ્વપદમાં પ્રશ્નકર્તા: સ્વપદમાં જ રહેવાય તે માટે શું કરવું ?
દાદાશ્રી : દાદાની ભજના કરવાથી દાદા જેવું થવાય. કારણ કે દાદા સ્વપદમાં જ રહે છે. એટલે તેમની ભજના વધુ કરવાથી સ્વપદમાં રહેવાય.
આખા જગતમાં જે આનંદ છે તે આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ છે અને જ્ઞાની પુરુષ પાસે નિરાકુળ આનંદ ઉત્પન્ન થાય છે. પુદ્ગલની કંઈ લેવાદેવા નથી, તો પછી આ સુખ ઉત્પન્ન ક્યાંથી થયું ? ત્યારે કહે કે એ સ્વાભાવિક સુખ, સહજ સુખ ઉત્પન્ન થયું, તે જ આત્માનું સુખ છે અને એટલું જેને ફિટ થઈ ગયુંને, એ સહજસુખના સ્વપદમાં રહ્યો, તે પછી ધીમે ધીમે પરિપૂર્ણ થાય !
અનંત અવતારથી અહંકારપદમાં જ બેઠા હતા. તે આ સ્વપદમાં બેઠા. સ્વપદમાં સ્વાનુભવ હઉ વ, પણ આ ફાઈલો પાર વગરનીને એટલે જંપ વળવા ના દે. ફાઈલો કેટલી બધી !
બહાર ફાઈલોના નિકાલ કરવાના હોય ત્યારે આત્મા દ્વત છે ને સ્વપદમાં પેઠો તો અદ્વૈત છે. એટલે ખરી રીતે આત્મા વૈતાદ્વૈત છે. જ્યારે ફાઈલોનો નિકાલ કરવાનો હોય ત્યારે અનેકાંતમાં છું અને સ્વપદમાં હોય ત્યારે હું એકત્વમાં છું.
અપદે રહે અસ્વસ્થ, સ્વપદે રહે સ્વસ્થ સ્વપદ સિવાય એવું કોઈ પદ નથી કે જે નિર્લેપ રાખી શકે. તપત્યાગ એ બધા જ ભ્રાંતિના સ્ટેશન છે. એને એની ભ્રાંતિ છે, પણ ક્યાં સુધી એને સંઘરે ? જ્યાં સુધી એને સમજાય નહીં કે આ મારું નાણું જૂઠું છે.
વ્યવહારમાં લોકો સ્વસ્થ રહેવા માગે છે પણ લોકો નિરંતર