________________
[૮.૬]
સ્વસમય-સ્વપદ
‘હું' પરક્ષેત્રે પ્રવેશે તહીં એ સ્વસમય પદ પ્રશ્નકર્તા : દાદા, આ જે સ્વસમય અને પરસમય કહે છે તે શું ?
દાદાશ્રી : આખુંય જગત પરસમયમાં રહે છે. સ્વસમય તે જ મોક્ષ. અજ્ઞાનતામાં ‘હું નગીનભાઈ છું' માનીને રાત્રે સૂઈ જાય તોય તે નગીનભાઈ છે. એ પરસમયમાં જ રહે છે, જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ તોય શુદ્ધાત્મા યાદ રહે તે સ્વસમય.
પ્રશ્નકર્તા : એવું સ્વસમય પદ કેવી રીતે પ્રાપ્ત થાય ?
દાદાશ્રી : એક દારૂડિયો હોય, તેને કોઈ કહેશે, તમારામાં જેવો દારૂડિયો છે આત્મા, એવો મને દારૂડિયો બનાવો. તે દારૂ પીએ, (એટલે) શીખી જાય એટલે દારૂડિયો થઈ જાય. વાર શી લાગે ? એવું આત્મામાં, જ્ઞાનીની આજ્ઞામાં રહે સંપૂર્ણ, એટલે (એવું પદ પ્રાપ્ત) થઈ જાય. સંપૂર્ણ આજ્ઞામાં રહે, સંસારની કોઈ અડચણમાં પડે નહીં, પોતાના સ્વરૂપમાં એકલામાં જ રહે, બીજામાં, પરક્ષેત્રે પેસે નહીં, સ્વસમયમાં જ રહે, એક સમય એટલે સેકન્ડના અમુક નાનામાં નાના ભાગનું પણ બગડે નહીં ત્યારે એ થાય. પરસમય એ ફોરેન. હોમનો, નિરંતર સ્વસમય રહે ત્યારે એ થાય. એ તો ચા મોળી આવી ને પછી પરસમય પાછો બગાડે ઊલટો. એ ચા મોળી છે, મોળી છે. તે પી જતો નથી