________________
(૮.૫) પારિણામિક ભાવ
૨૩૫
પ્રશ્નકર્તા: એ પારિણામિક શક્તિ છે ? દાદાશ્રી : હંઅ, એ જગતે જોઈ નથી એવી પારિણામિક શક્તિ છે. પ્રશ્નકર્તા : પારિણામિક શક્તિ કામ કરે છે ?
દાદાશ્રી : હા, જગત ઉપશમ શક્તિમાં, ક્ષયોપશમમય શક્તિમાં, ઉદય શક્તિમાં, સનેપાત શક્તિમાં છે, ત્યારે આ પરિણામિક શક્તિમાં છે. એટલે જગતે જોઈ નથી એવી શક્તિ. માટે (જ્ઞાની) આપણને એ શક્તિ જોડે બેસાડે, ધીમે ધીમે પરિચયમાં રહીએ તો.
આ કહ્યુંને, કરોડો અવતારમાં ન બને તે એક કલાકમાં બને છે. માટે કામ કાઢી લેજો. ફરી ફરી આ તાલ બેસવાનો નથી. એક મિનિટ પણ ફરી ફરી દાદાનો તાલ બેસે નહીં, બીજું બધું બેસશે. કારણ કે આ પારિણામિક સત્તા છે. મહાવીર ભગવાનની પારિણામિક સત્તા હતી, આય પારિણામિક સત્તા છે. ફક્ત કેવળજ્ઞાનમાં ભેદ છે. ભગવાનનું કેવળજ્ઞાન સંપૂર્ણ, સર્વાશ હતું અને આ કેવળજ્ઞાનમાં અંશે કમી છે. પારિણામિક સત્તા આમ સંપૂર્ણ છે. એ (આ કાળમાં) બને નહીં ને ! એ પારિણામિક સત્તા હોય નહીં.