________________
૨૩૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : એવું છે ને, આખું જગત ઔદયિક ભાવમાં છે, જાનવરો ને મનુષ્યો બધાય. હિન્દુસ્તાનમાં બહુ ઓછા માણસ ઉપશમમાં આવ્યા છે ને કોઈક જ ક્ષયોપશમ ભાવમાં આવેલા હોય. એવો (કોઈ) હોય તે આ બે લીટી વાચેને કે :
સોનું મહ્યા હીરાજડિત દરવાજા તોતિંગ,
બંધ હતા બ્રહ્માંડમાં ગુપ્તજ્ઞાન ગોપિત. તો તેને દરવાજા તોતિંગ સોના-હીરા જડેલા દેખાય, તે બંધ છે એવું દેખાય. જ્યારે આ ઔદયિકમાં વાંચવું એટલે વાંચવું, એને દેખાય નહીં.
એટલે જે ક્ષયોપશમ ભાવમાં આવેલા હોયને, એને જેવું બોલે એવું દેખાય. બોલવું ને એવું દેખવું એ સાથે થાય તે ક્ષયોપશમ ભાવ કહેવાય. આ “દાદા શરણં ગચ્છામિ બોલે તે દાદા દેખાય, શરણું લીધેલું દેખાય. આ બોલતાની સાથે ચિત્તવૃતિ તે પ્રમાણે બતાવે. શુદ્ધાત્મા બોલે તેવું મહીં બોલતાની સાથે લક્ષમાં બેસી જાય. બોલતાની સાથે તે રૂપ થઈ જાય, એવું ક્ષાયક ભાવવાળાને દેખાય. જ્યારે આપણે તો શુદ્ધાત્મા થયા, તો તો એથી ઘણું ગજબનું રહે.
ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ.
ગુણ તમારા ગાતા, થાય અમારું કામ. એમ આ છોકરાં રોજ ગાય. તે સમજાય નહીં કે ઓ ઈશ્વર શું? ભજીએ શું ? થાય અમારા કામ એ શું ? કશું ભાન ના હોય એવા
દયિક ભાવમાં જગત છે. એમાંથી નીકળે તો ઉપશમમાં આવે ને પછી જો ઊંચે જાય તો ક્ષયોપશમ ભાવમાં આવે. તે અમુક ભાવ ક્ષય થઈ ગયા હોય. આ ક્ષયોપશમવાળાને કેટલાક ભાવ થાય જ નહીં. તે જગતના લોકોને જેની કિંમત હોય, જેના ભાવ ઊંચા બોલાતા હોય, તેને આ ક્ષયોપશમવાળા મફતેય ના લે. એની અમુક પ્રકૃતિ ઉપશમ થઈ હોય. તે તો ઉદયકર્મના ઉદયે આવે, બાકી ભાવો શાંત હોય.
એવું છે ને કે જ્યાં સુધી આ જ્ઞાન હું ના આપું ત્યાં સુધી આત્મા ઉદયાધીન છે, ઉદયને આધીન છે. એને પછી ઘડીમાં ઉદયભાવે હોય