________________
(૮.૫) પારિણામિક ભાવ
૨૩૧
દાદાશ્રી : આ પાંચ ઈન્દ્રિયથી જે દેખાય છે એ મારો ભાવ નથી તો પારિણામિક ભાવ ઉત્પન્ન થાય. આત્માનો પોતાનો જ ભાવ, પોતાના જ ગુણધર્મ એનું નામ પારિણામિક ભાવ. પોતાના જ ગુણધર્મ, આ તો પારકા ગુણધર્મને હજુ પોતાના માનીએ છીએ.
જગતનો પારિણામિક ભાવ નીચે ખેંચી લાવે અને આત્માનો પારિણામિક ભાવ ઊંચે લઈ જાય. આ બન્નેના) પારિણામિક ભાવ જુદા જુદા છે. તેથી જ આ બન્નેના રગડા-ઝઘડા છે ને તેનો જ સંસાર છે. આ બન્નેના પરિણામિક ભાવમાં ડખો કરવાથી સંસાર ઊભો છે. ડખો ના થાય તો ફક્ત જગતનો પારિણામિક ભાવ અને આત્માનો પારિણામિક ભાવ. એ બે જ જગતમાં છે. જગતનો, પુગલનો પારિણામિક ભાવ નિરંતર નીચે લઈ જવાનો છે અને આત્માનો પારિણામિક ભાવ નિરંતર મોક્ષે લઈ જવાનો છે. પુદ્ગલ પારિણામિક ભાવની પુષ્ટિ મળે તો અધોગતિમાં લઈ જાય અને આત્માના પારિણામિક ભાવને પુષ્ટિ મળે તો ઊર્ધ્વગતિએ લઈ જાય.
પમ પરિણામિક ભાવ એ પરમાત્મા પ્રશ્નકર્તા: પરમ પારિણામિક ભાવ કોને કહેવાય છે? આત્મા માટે એવું બોલે છે કે હું પરમ પરિણામિક ભાવ છું.
દાદાશ્રી : એટલે સ્વભાવમાં છું. એ પરમ પરિણામિક એટલે સ્વભાવ. એટલે શુદ્ધ ઉપયોગ, સ્વ-ઉપયોગમાં, વીતરાગતામાં !
પ્રશ્નકર્તા : પરમાત્મા છું, એનો શું ભાવાર્થ થાય ?
દાદાશ્રી : હા પણ, પરમાત્મા છે જ ને ! પારિણામિક ભાવ એ રૂપે પરમાત્મા જ છે. જો પારિણામિક ભાવ ઉત્પન્ન થયા તો પરમાત્મા છો. પારિણામિક ભાવ એટલે સ્વભાવ. જો આત્મા સ્વભાવમાં આવે તો પરમાત્મા જ છે. એ વિભાવમાં હોય તો જીવાત્મા છે.
ક્ષાયક ભાવે બેઉ સહજ વર્તે પારિણામિક ભાવમાં
પ્રશ્નકર્તા: આપે ઉપશમ ભાવ, ક્ષયોપશમ ભાવ, ક્ષાયક ભાવ કહ્યું તો એ વિશે વધુ સમજાવશો.