________________
[૮૫]
પારિણામિક ભાવ આત્માતો સ્વાભાવિક ભાવ તે પરિણામિક ભાવ પ્રશ્નકર્તા: પારિણામિક ભાવ એટલે શું?
દાદાશ્રી : પારિણામિક ભાવ તો બહુ જુદી વસ્તુ છે. પારિણામિક ભાવ એ તો આપણે જે છીએ તે રૂપે ભાવ ઉત્પન્ન થવો.
પારિણામિક ભાવ એટલે મોક્ષ ભાવ. પરિણામિક ભાવ એ આત્માનો સ્વભાવ છે, એ છેલ્લો ભાવ છે. આત્માનો મૂળ સ્વભાવ ભાવએ પારિણામિક ભાવ છે. એક મિથ્યાત્વ ભાવ છે, બીજા ઉપશમ ભાવ છે, ક્ષયોપશમ ભાવ છે, ક્ષાયક ભાવ છે. સન્નિપાત ભાવ છે. સનેપાત એય ભાવ છે. જ્ઞાનીને પણ સનેપાત થાય ત્યારે શુંય કરે, પણ એમનું જ્ઞાન જરાય આઘુંપાછું ના થાય. અને છેલ્લો પારિણામિક ભાવ છે. આ બધામાં પરિણામિક ભાવ એકલો જ આત્માનો છે, બીજા બધા પૌદ્ગલિક ભાવો છે.
પારિણામિક ભાવ છે તે તત્ત્વને હોય, બીજા કોઈને અડે નહીં. બીજા કોઈને લાગુ ના થાય.
પરિણામિક ભાવ ઃ આત્માનો ઊર્ધ્વ, પુદ્ગલનો અધો પ્રશ્નકર્તા : પારિણામિક ભાવ ખરેખર કઈ રીતે ઉત્પન્ન થાય ?