________________
(૮.૪) સ્વપરિણામ-પ૨પરિણામ
‘એ.એમ.પટેલ’ની જે વૃત્તિઓ છે અને જે એમની એકાગ્રતા છે તે ‘૫૨૨મણતા’ય નથી ને ‘પ૨પરિણિત’ પણ નથી. નિરંતર ‘સ્વપરિણામ’માં જ મુકામ છે ! નિરંતર ‘સ્વપરિણામ’ વર્લ્ડમાં કો'ક વખત, હજારો-લાખો વર્ષે હોય ! ‘સ્વરમણતા’ અમુક અંશે થાય, પણ સર્વાંશે સ્વ૨મણતા અને તેય સંસારી વેશે ના હોય. એટલે આશ્ચર્ય લખ્યું છે ને ! ‘અસંયતિ પૂજા’ નામનું ધીટ આશ્ચર્ય છે આ !
૨૨૯
અમે સંસારમાં જ રહેતા નથી, એક ક્ષણવાર પણ અમે સંસારમાં રહ્યા નથી. સંસારમાં રહેવું એટલે પરપરિણતિ કહેવાય. અમે સ્વપરિણામમાં હોઈએ, નિરંતર મોક્ષમાં જ હોઈએ. ઉઘાડી આંખે જ હોઈએ, જ્યારે આખું જગત બંધ આંખોમાં છે.
‘અમારે’ તો ‘આત્મા' આત્મપરિણામમાં રહે અને ‘મન' મનના પરિણામમાં રહે. ‘આત્મા’ સ્વપરિણામમાં પરમાત્મા છે. બન્ને પોતપોતાના પરિણામમાં આવે અને પોતપોતાના પરિણામને ભજે, તેનું નામ મોક્ષ.
પ્રશ્નકર્તા : અમને દાદા ભગવાનના દર્શન કરવાનો ભાવ થયો હોય એ ભાવ સ્વભાવમાં આવે ખરો ?
દાદાશ્રી : સ્વભાવમાં લાવવાના પરિણામ છે. એયે પરિણામ છે, પરપરિણામ છે. સ્વભાવમાં લાવવાના પરિણામ છે, એટલે એ હિતકારી કહેવાય.