________________
(૮.૫) પારિણામિક ભાવ
૨૩૩
ઘડીમાં ઉપશમ ભાવે હોય, ઘડીમાં ક્ષયોપશમ ભાવે હોય. એ લાયકભાવ એને થાય નહીં. આ સાયકભાવ આપણે કરી આપીએ છીએ ત્યારે એ પછી હવે થવાનું શું રહ્યું બાકી ? લાયકભાવ એટલે ભાવો ક્ષય થઈ ગયા બધા. પણ હવે આનું પરિણામ શું આવશે ? ત્યારે કહે છે કે સહજ પરિણામી પુદ્ગલ અને સહજ પરિણામી આત્મા એટલે પારિણામિક ભાવમાં બેઉ આવી જશે.
શુદ્ધાત્માતા પારિણામિક ભાવો એ જ્ઞાતા-દ્રષ્ટા
તમને પારિણામિક ભાવ વર્તે, તે શુદ્ધાત્માનો પારિભામિક ભાવ તમને આપેલો છે. તેથી તે વર્તે. શુદ્ધાત્માનો પારિણામિક ભાવ ને પુદ્ગલનો પારિણામિક ભાવ બેઉ જુદા છે. વાણીથી જે બોલી જવાય તે જેવું બોલાય તેવું આપણે તો જાણનારા.
શુદ્ધાત્માના પારિણામિક ભાવો એ તો જ્ઞાતા-દ્રષ્ટા જ છે. આ બહાર ઔદયિક ભાવમાં આડુંઅવળું બોલી જવાયું તે આ ચંદુલાલ જોડે પાડોશી સબંધ રહ્યો છે, માટે ચંદુલાલ પાસે પ્રતિક્રમણ કરાવવું. આ તો પાડોશી ભાવમાં નહીં રહેતા, નિકટભાવમાં આવી જવાથી આવું લાગે છે. આ પૌગલિક પરિણામોની ઈચ્છા ના હોય તોય તે આવે, ના ઈચ્છા હોય તોય બોલી જવાય.
પ્રશ્નકર્તા: ઘણી વખત ના બોલવું હોય છતાં બોલી જવાય, પછી પસ્તાવો થાય.
દાદાશ્રી : વાણીથી જે કંઈ બોલાય છે તેના આપણે “જ્ઞાતા-દ્રષ્ટા.” પણ જેને એ દુઃખ પહોંચાડે તેનું પ્રતિક્રમણ “આપણે” “બોલનારા” પાસે કરાવવું પડે. પરિણામિક ભાવ છોડે નહીં. આ તો પુદ્ગલના પારિણામિક ભાવો છે. આત્મા-અતાત્મા બેઉ પારિણામિક ભાવોમાં તો કેવળજ્ઞાત
જેમ દહાડા જાય છે ને, તેમ ફાઈલોના નિકાલ થતા જાય છે. આત્મા અને અનાત્મા બેઉ પારિણામિક ભાવમાં આટલા દિવસમાં