________________
(૮.૪) સ્વપરિણામ-પરપરિણામ
૨૨૫
ઉત્પન્ન થતા પહેલા પોતાનું જ ભાન ખોઈ નાખે. એટલે પોતે તન્મયાકાર થઈ જાય. ભારેય ના રહે એને. પોતાના આત્માએ કરીને ભાન નથી રહેતું કોઈ જાતનું.
સ્વપરિણતિમાં રહે તો ઉપજે સંયમ પરિણામ કષાયોનું નિર્વાણ થાય પછી (વ્યવહાર) આત્માનું નિર્વાણ થાય. હવે કષાય જોર નથી કરતાને ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : કષાય કરવાની જગ્યાએ કષાય ના થવા દે, એ આત્મપરિણામ. આત્મપરિણામ પોતાના હાથમાં આવ્યું, પછી શું રહ્યું ?
પ્રશ્નકર્તા ઃ આત્મપરિણામ તે જ સંયમ પરિણામ ?
દાદાશ્રી : સંયમ પરિણામ એટલે શું ? પુદ્ગલમાં આત્મા ભળે નહીં, એનું નામ સંયમ પરિણામ. જુદો ને જુદો વર્યા કરે. તમે ભળવા દો છો ? ભળવા દો તો હિંસકભાવ થઈ જાય. આ તો હિંસકભાવ નથી, આ સંયમ પરિણામ કહેવાય. સંયમ પરિણામ એટલે પુદ્ગલમાં ગમે એટલી ભાંજગડ, ઘડભાંજ થઈ રહી હોય પણ સ્વપરિણતિ ના છોડે. કેવો આ સુંદર હિસાબ છે ! ઘડભાંજ થઈ રહી હોય બહાર તો, ધમાચકડી થઈ રહી હોય, તોય સ્વપરિણામ ના છોડે. સ્વપરિણતિથી શરૂ સંયમ, પછી વધતો જ જાય સડસડાટ
અંદરના ગમે તેવા પરિણામો ઊભા થાય, ગમે તેવી અંદર ઝંઝાવાત જાગે છતાં બહાર કોઈનેય ખબર જ ના પડે તે સંયમ. ઈન્દ્રિય સંયમને સંયમ જ નથી કહેવાતો. કષાયો મંદ પડે એને જ સંયમ કહેવાય છે.
સંયમમાં કોણ આવી શકે ? સ્વપરિણતિવાળો જ. એ સંયમી કહેવાય. પરપરિણતિવાળાને સંયમ (હોય) નહીં. વૃત્તિઓ પોતાના ગામ ભણી પાછી ફરવા માંડી. અંશરૂપે શરૂઆત થઈ તે સંયમ