________________
૨ ૨૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પરપરિણામ સાથે રહ્યો પોતાનો ય-જ્ઞાતા સંબંધ
મહીં ચંદુભાઈને ક્રોધ થાયને, ઉકળાટ થાય તો તમે જાણો કે ના જાણો કે ભૂલી જાઓ છો ?
પ્રશ્નકર્તા : જાણે.
દાદાશ્રી: તો ઉકળાટ વધ્યો છે કે ઉકળાટ ઘટી ગયો તે ખબર પડે ? ઉકળાટ બંધ થઈ ગયો તોય ખબર પડે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો પછી તમે જ્ઞાતા છે અને એ દશ્ય એ શેય છે. જ્ઞાતાશેયનો સંબંધ છે. તમને સમજાઈ એ વાત ?
પ્રશ્નકર્તા એ થાય, એનું જ્ઞાન તો પોતાને થાય છે.
દાદાશ્રી : એને (ઉકળાટને) બંધ કરવાનો નથી, બંધ કર્યો થાય નહીં.
કદાચ કો'ક ગાળ દે ને ત્યારે મહાત્માને બહાર સમતા રહે પણ મહીં મશિનરી ચાલ્યા કરે તો તે પરપરિણામ છે, શેયસ્વરૂપે છે. તે વખતે કહી દીધું કે અમારે-તમારે તો શેય-જ્ઞાતા સંબંધ છે, શાદી સંબંધ નથી. એમ કહે કે માંહ્યલા બધા જ શેય રઘવાયા થઈને નાસી જાય કે ભૂગર્ભમાં પેસી જાય !
હવે ક્રોધ-માન-માયા-લોભ એ પરપરિણામ છે. એ સ્વપરિણામ નથી. પરપરિણામ એ તો મહીં જેવો માલ ભરેલો હોય એવો ફૂટે. ફૂટે એટલે જાણીએ કે આ છે તે ફટાકડાનો માલ. જેવો દારૂ ભર્યો છે એવું ફૂટે. એ બધાના જ્ઞાતા-દ્રષ્ટા આપણે છીએ. આને (ચંદુને) આકર્ષણ થાય એ લોભ નથી. લોભ આત્મા મહીં ભળે તો. આ તો તમને ખબર પડે ઓહોહો, હજુ તો આમને ઈચ્છા છે. તમને તરત ખબર પડે કે આની ઈચ્છા છે, આની ઈચ્છા નથી. આમાં આ વસ્તુનો ભાવ છે ને (આનો) ભાવ નથી એ બધી તમને ખબર પડી જાય. અને અજ્ઞાની માણસ તો ક્રોધ