________________
(૮.૪) સ્વપરિણામ-પરપરિણામ
૨૨૩
પ્રશ્નકર્તા ઃ લોભ તો હતો નહીં ખાસ. દાદાશ્રી હતો જ નહીં પહેલેથી, નહીં ? ત્યારે શું હતું? પ્રશ્નકર્તા કામ (વિષય) છે.
દાદાશ્રી : કામ એ વસ્તુ જુદી છે, પણ તેમાં અહંકાર ના રહ્યો. આ કામમાંથી અહંકાર કાઢી લીધો. કામ એટલે શું, કે અબ્રહ્મચર્ય પ્લસ અહંકાર, એને કામ કહે છે. પછી કામમાંથી અહંકાર કાઢી લીધો તો રહે શું? અબ્રહ્મચર્ય. એ તો પરપરિણામ છે.
તમે આ બધું તાવડો મૂકો અને એમાં એક વસ્તુ નાખો, બીજી નાખો, ત્રીજી વસ્તુ નાખો. તો એ એકદમ લીલો રંગ થઈ જાય તો તમે ના સમજો કે આ શેનું પરિણામ છે ? આ શેનું પરિણામ છે એ સમજી જાવને તમે ? અગર તો એકદમ ઊભરાવા માંડે તો તમે જાણો કે આ શું વસ્તુ પડી ?
પ્રશ્નકર્તા: હા, ખબર પડી જાય.
દાદાશ્રી: એવી રીતે આ પરપરિણામ ને એ બધું સમજવું પડે. આ સ્વપરિણામ અને આ પરપરિણામ. જેટલા ક્રિયાવાળા છે, એ બધાય પર પરિણામ છે. એ પછી મનની ક્રિયા હોય કે વાણીની ક્રિયા હોય કે દેહની ક્રિયા હોય, એ બધા પર પરિણામ છે અને તે ડિસ્ચાર્જ છે. આ શરીરમાંથી જે કંઈ ચીજો ખરી પડે, તે બધી પરપરિણામ છે. એટલે આ બધા પરપરિણામને સમજવા જોઈએ. પરપરિણામને પરપરિણામ જાણે અને સ્વપરિણામને સ્વપરિણામ જાણે. ક્રોધ થાય એ આપણે જાણીએ કે આ પરપરિણામ છે. લોભ થાય તેય જાણીએ કે પરપરિણામ છે અને આ મારા પરિણામ હોય.
પર પરિણામની મૂળ ભૂલો તે આપણી પહેલાની ખરી. એ તો આપણે સમજીએ કે એ અહંકાર, એ અજ્ઞાનતા અને એ બધું ભેગું થઈને આ પરિણામ ઊભું થયેલું છે. આજે આપણે એ અહંકારેય નથી અને એ અજ્ઞાનેય નથી. આજે આપણે એના રિસ્પોન્સિબલ નથી.