________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
રહેવી જોઈએ. શુદ્ધ પરિણતિ ત્યારે રહે કે, હું કર્તા નથી, આ કર્તા નથી, ગાળો ભાંડે છે તે એ કર્તા નથી, એવું એને ભાન થાય. એના ઉપર સહેજ પણ દોષ ઊભો ન થાય અને વ્યવસ્થિત સમજાય, તો કામ થાય.
૨૧૦
પ્રશ્નકર્તા ઃ આ બહારના વાતાવરણથી પરિણતિઓ પર કંઈ અસર થાય ખરી ?
દાદાશ્રી : પરિણતિમાં ફેર ના થાય. પરિણતિમાં ફેર કોને કહેવાય
છે, કે ‘હું કર્તા છું' કે આ બીજો કોઈ કર્તા છે. કર્તા બાબતમાં પરિણતિ છે. એટલે જો આપણે કર્તા છીએ તો પ૨પરિણતિ અને આપણે કર્તા નથી, વ્યવસ્થિત કર્તા છે તો સ્વપરિણતિ.
જ્ઞાત પછી સ્વ-પર પરિણતિ વર્તે ભિન્ન-ભિન્ન
તમે શુદ્ધાત્મા અને ચંદુભાઈ જરા અકળાય કો'કની જોડે, તે ઘડીએ તમારા પરિણામ કેવા હોય કે આવું ન હોવું જોઈએ. એવું થાય કે ના થાય ? અનુભવમાં આવે કે નહીં ?
પ્રશ્નકર્તા : આવું ના હોવું જોઈએ, એ આવે.
દાદાશ્રી : એ આવે છે મહીં, પાછું આ ગુસ્સોય થાય છે. બેઉ સાથે થાય છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે તમે તમારી સ્વપરિણતિમાં છો અને પુદ્ગલ પુદ્ગલની પરિણિતમાં છે. પોતપોતાના પરિણામને ભજે છે. એમાં જોયા કરવાનું છે. બાકી ક્રોધ-માન-માયા-લોભ, બિલકુલ હંડ્રેડ પરસેન્ટ ગયા છે. સંજ્વલન કષાયેય નથી રહ્યા. હંડ્રેડ પરસેન્ટ ગયા છે. કારણ કે ક્રોધ કોનું નામ કહેવાય કે જેની પાછળ હિંસકભાવ હોય. હિંસકભાવ નહીં હોવા
છતાં તમારા મનમાં એમ થાય છે કે આ કેમ થાય છે ? એવું થાય છે ને એવું દેખાય છે ને આમ ના હોવું ઘટે એવું થાય છે ને ? તાંતો જતો રહે અને હિંસકભાવ જતો રહે, એનું નામ ક્રોધ-માન-માયા-લોભ સપૂરું ગયું કહેવાય. ત્યારે કહે છે, આમાં વ્યવહારમાં (હજી) કેમ છે ? ત્યારે