________________
(૮.૩) મહાત્માઓની સ્વપરિણતિ
આ પુદ્ગલની જે ક્રિયા છે, જે વ્યવસ્થિત કરે છે તે ‘હું કરું છું’ એવું ભાન ઉત્પન્ન ના થવું જોઈએ. એ વ્યવસ્થિત કરે છે. એ વ્યવસ્થિત પરિણામ છે, એને ભગવાને ‘પ૨પરિણામ' કહ્યા.
૨૦૯
હું શુદ્ધાત્મા, ચંદુ નહીં. ચંદુના જે પરિણામ તે પોતાના ના માને એ, એ વ્યવસ્થિતના માને. વ્યવસ્થિત કરે છે ને હું જોઉ છું ને જાણું છું, એનાથી આપણી સ્વપરિણતિ.
આત્મા જ્ઞાતા-દ્રષ્ટા રહે અને પોતાનો કર્તાભાવ ના રહે, એટલે સ્વપરિણતિ. અને કર્તાભાવ ઉત્પન્ન થાય, કોઈ પણ જાતની ક્રિયા, પોતે ‘હું કરું છું’ એવું માને તો એ પરપરિણતિ કહેવાય. અને (હવે) ‘હું નથી કરતો, કોણ કરે છે' એ સમજી ગયો. ‘હું નથી કરતો' એવો ભાવ આવે ક્યારે, કે ‘કોણ કરે છે' એ સમજી જાય ત્યારે. હવે તમે નથી કરતા એ વાત નક્કી છે ને ?
પ્રશ્નકર્તા : એ તો સિદ્ધ થઈ ગયું, દાદા.
દાદાશ્રી : એ સ્વપરિણતિ કહેવાય.
તું તારી જાતને ‘હું શુદ્ધાત્મા છું' એવું ભૂલી જઈને બોલું કે ‘આ મેં કર્યું’ તો પ૨પરિણતિ કહેવાય અને તું ‘હું શુદ્ધાત્મા છું’ એમ જાણીને કહું કે ‘ચંદુએ કર્યું’ એ જ સ્વપરિણતિ કહેવાય. એને જેમ છે એમ બોલવું એનું નામ સ્વપરિણતિ અને નથી એનું આરોપણ કરવું એ પરપરિણતિ.
હવે તમે શુદ્ધાત્મા છો એ સ્વપરિણતિ કહેવાય અને પ૨પરિણિત તમને રહેશે, એ તો વ્યવસ્થિતને તાબે થઈ. એ પરિણિત જુદી જ છે. પોતે કર્તા તો પરપરિણતિ, વ્યવસ્થિત કર્તા તો સ્વપરિણતિ એટલે ‘આ વ્યવસ્થિત કર્તા છે’ એનું ભાન રહેવું જોઈએ. પ્રશ્નકર્તા : એટલે પરિણામ શુદ્ધ થયા કહેવાય.
દાદાશ્રી : હં, એ પરિણામ શુદ્ધ જ રહેવાના, એ શુદ્ધ જ પરિણતિ