________________
(૮.૩) મહાત્માઓની સ્વપરિણતિ
૨૧૧
કહે કે વ્યવહારમાં જે પુદ્ગલ છે ને, એ જે પૂરણ કરેલું છે એ ગલન થાય છે તેમાં તમને શું વાંધો ?
એટલે આ સમજી લેજો બરોબર, પૂરેપૂરું. કારણ કે થાય જ નહીં આ. હવે જડ જડ ભાવે પરિણમે અને ચેતન ચેતન ભાવે પરિણમે. એટલે ગુસ્સો જે છે એ જડ ભાવનો છે અને એ ના નીકળે તો પછી મહીં રહી જાય, શરીરમાં રહે. પૂરણ થયેલો ગલન થઈ જવો જોઈએ. એટલો બોજો ઓછો. ક્રોધ-માન-માયા-લોભ સંપૂર્ણ ગયા છે. હવે શું રહ્યું છે ? ત્યારે કહે છે, હજુ આ ચંદુભાઈમાં જે દોષો દેખાય છે ને, તે દોષો આપણે જોઈએ એટલે આપણે એનાથી છૂટ્યા. કારણ કે કૃપાળુદેવે શું કહ્યું કે અજ્ઞાને બાંધેલા જ્ઞાન કરીને કાઢ્યા એટલે ફરી આપણે જવાબદારી નહીં. એટલે આ છૂટે ત્યારે આપણે જોઈએ તે જ્ઞાન કરીને થયું, એટલે ચોખ્ખું થઈને ગયું.
આપણને અંદર સંકલ્પ-વિકલ્પ, તરંગો, કલ્પનાઓ અથવા બીજું જે જે કંઈ ઊથલપાથલ થતું જણાય છે તે તો કોઠીમાં દારૂ જેવું જ છે. જેમ કોઠીને ફૂટતી જોવાથી આપણી આંખ કંઈ દાઝતી નથી, તેમ તેમને જોવાથી અને તેમાં એકતા નહીં કરવાથી, કેવળ સ્વસ્વભાવ અને સ્વપરિણતિમાં પરિણમવાથી નિર્વિકલ્પ સમાધિ રહે છે. ઊડતા પરમાણુને આત્મા વાંચે છે અને તે વાંચીને તે રૂપ ના થાય તો તે નિર્વિકલ્પ દશા જ છે. મન-વચન-કાયા એ પરપરિણામ, તેને જાણે તે સ્વપરિણતિ
અમે શું કહ્યું? પરિણામ ગમે તે થયા હોય પણ પરિણામ માથે લેવું નહીં. બહારનું જે પૂરણ થયું છે તે જ ગલન થશે. બીજું કશું થવાનું નથી. મનના બધા જ ગલન, દેહના બધા જ ગલન, વાણીના બધા જ ગલન એ પરપરિણામ છે.
આ દેહથી જે પ્રવર્તન થાય તે પરપરિણામ તે સ્વાભાવિક છે. જોડે જોડે મનના, ચિત્તના બધા પરિણામ પર પરિણામ છે. વિચાર એપ પર પરિણામ છે. કોઈને માટે “આવું કેમ કરે છે? એ વિચાર આવે તે પણ